ઇઝરાયલે ગાઝા શહેર ખાલી કરવા લોકોને ચેતવણી આપી, અલ-મવાસી જવા સૂચના

ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે હજુ પણ યુદ્ધ જેવો માહોલ છે. જેમાં ઇઝરાયલ હવે ગાઝા પર કબજો મેળવવાના પ્રયાસને તેજ કરી દીધા છે. જેમાં ઇઝરાયલની સેના સતત લોકોને આ વિસ્તાર ખાલી કરાવી રહી છે. જયારે વિશ્વ આરોગ્ય સંસ્થાના કર્મચારીઓ હજુ પણ ગાઝા શહેરમાં છે. જયારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેરાત કરી હતી કે ગાઝાના લોકો માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના કર્મચારીઓ ગાઝા શહેરમાં રહેશે.
ગાઝા પટ્ટીમાં હજુ પણ આંશિક કાર્યશીલ હોસ્પિટલ
જયારે સંયુકત રાષ્ટ્રનું અનુમાન છે કે, ગાઝા શહેરમાં અને તેની આસપાસ દસ લાખ ફિલીસ્તીની લોકો વસવાટ કરે છે. જયારે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ અદનોમ ઘેબ્રેયસસે જણાવ્યું છે કે ગાઝા પટ્ટીમાં હજુ પણ આંશિક કાર્યશીલ હોસ્પિટલ છે. તેમજ અપૂરતી સ્વાસ્થ્ય સુવિધાને લીધે કોઈનો જીવ જાય તે યોગ્ય નથી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને કાર્યવાહી કરવા અપીલ કરી છે. તેમજ કહ્યું છે કે આ વિનાશ માનવ નિર્મિત છે. જેની જવાબદારી આપણા બધાની છે.
10 લાખ લોકોને અલ-મવાસી તરફ જવા સૂચના
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલની સેના ગાઝા શહેર પર હુમલા તેજ કર્યા છે. તેમજ ગાઝા શહેર પર કબજો કરવા માટે પ્રયાસ કરી રહી છે. સેનાએ નાગરિકોને આ ક્ષેત્ર છોડવા માટે ચેતવણી આપી છે. ઇઝરાયલની સેનાને મંગળવારે ગાઝા શહેર પર મોટા હુમલા કરીને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ઇઝરાયલ સેનાના પ્રવક્તા અવિચાવ અદ્રાઈએ કહ્યું કે સેના આ વિસ્તારમાં સંપૂર્ણ તાકત સાથે કાર્યવાહી કરશે.જેમાં 10 લાખ લોકોને દક્ષિણના અલ-મવાસી તરફ જવા
માટે જણાવવામાં આવ્યું છે. જેને ઇઝરાયેલે માનવીય ક્ષેત્ર જાહેર કર્યું હતું. તેમણે ચેતવણી આપી કે ગાઝા શહેરના રહેવું ખતરનાક છે.
આપણ વાંચો: નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે નાગરિકો ભારતના પીએમ મોદી જેવા નેતૃત્વની કેમ માંગ કરી?