ઇન્ટરનેશનલશેર બજાર

ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે પણ ઇઝરાયેલ શેર બજાર ઓલ ટાઈમ હાઇ, જાણો કારણ

તેલ અવીવ : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તેજ બની રહ્યું છે. ત્યારે ઇઝરાયલી હુમલા પછીના સાત દિવસમાં ઘણા ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકો અને લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા છે. આ દરમિયાન ઇરાને પણ જોરદાર મિસાઇલ હુમલો કરીને બદલો લીધો છે. જેમાં ગુરુવારે ઇરાન દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલ દક્ષિણ ઇઝરાયલની સૌથી મોટી હોસ્પિટલ સોરોકા મેડિકલ સેન્ટર પર પડી અને તેને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.

ઇઝરાયલના સ્ટોક એક્સચેન્જ પર મિસાઇલ હુમલો

આ ઉપરાંત ગુરુવારે ઇઝરાયલના સ્ટોક એક્સચેન્જ પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઇઝરાયેલે કહ્યું કે હુમલામાં સ્ટોક એક્સચેન્જને કોઇ નુકશાન થયું નથી. મિસાઇલ બિલ્ડિંગની બાજુના પડી છે. જ્યાર ઈરાન સ્ટોક એક્સ્ચેન્જને ધ્વસ્ત કર્યાનો દાવો કરી રહ્યું છે.

52 અઠવાડિયામાં તેના ઉચ્ચતમ સ્તરે પણ પહોંચ્યું હતું

જોકે, આ દરમિયાન ગુરુવારે ઇઝરાયલી શેરબજારમાં વિક્રમી વધારો જોવા મળ્યો હતો. શેરબજાર માત્ર મજબૂત જ નહોતું પણ 52 અઠવાડિયામાં તેના ઉચ્ચતમ સ્તરે પણ પહોંચ્યું હતું. TASE નો ઓલ શેર ઇન્ડેક્સ 0.5 ટકા ના ઉછાળા સાથે 2574.89 પર બંધ થયો જે 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર હતું. આ ઉપરાંત ટીએ(TA)પણ 4 ટકાના વધારા સાથે ટ્રેડિંગ પછી 2,810.85 પર બંધ થયો.

રોકાણકારોનો વિશ્વાસ મજબૂત

TA ના શેરમાં ગયા અઠવાડિયે પણ 5 ટકાનો શાનદાર ઉછાળો જોવા મળ્યો. એપ્રિલમાં તેમાં 4.53 ટકા અને મેમાં 6.55 ટકાનો વધારો જોવા મળ્યો. એટલે કે, ઈરાની મિસાઈલથી કોઈપણ પ્રકારના ભયના બદલે, રોકાણકારોએ તેના પર વધુ વિશ્વાસ કર્યો અને તેમાં નાણાંનું રોકાણ કર્યું.

ઇઝરાયલ શેરબજાર કેમ વધ્યું ?

ખરેખર, ઇઝરાયલના શેરબજાર નબળુ ન પડવાના ઘણા કારણો છે. જેમ કે યુદ્ધની સ્થિતિમાં સંરક્ષણ કંપનીઓની માંગ વધે છે. આવી ઘણી ઇઝરાયલી કંપનીઓ સંરક્ષણ ટેકનોલોજી, રાફેલ શસ્ત્રો અને એલ્બિટ સિસ્ટમ્સ બનાવવામાં ઘણી આગળ છે. જ્યારે આ કંપનીઓના શેરમાં સતત રોકાણથી શેરબજાર મજબૂત રહ્યું.

સાયબર સુરક્ષા અને ટેક ઉદ્યોગે પણ રોકાણકારોને આકર્ષ્યા

આ ઉપરાંત, ત્યાં સાયબર સુરક્ષા અને ટેક ઉદ્યોગે પણ રોકાણકારોને આકર્ષ્યા છે. યુદ્ધ દરમિયાન સારી આર્થિક સ્થિતિ જાળવવા માટે ઇઝરાયલી સરકાર અને તેની કેન્દ્રીય બેંક દ્વારા પણ ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો…ઓપરેશન સિંદૂરની અસર, પાકિસ્તાન શેરબજાર ક્રેશ , ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button