ઇન્ટરનેશનલ

‘ઇઝરાયલ પેલેસ્ટાઇન પર ગેરકાયદે કબજો છોડે’ યુનાઈટેડ નેશન્સે ઠરાવ પસાર કર્યો

ન્યુયોર્ક: યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA)એ બુધવારે એક મહત્વના ઠરાવને સ્વીકૃતિ આપી હતી. UNGAએ ઇઝરાયલને પેલેસ્ટિનિયન પ્રદેશો પરના તેના ગેરકાયદેસર કબજાને એક વર્ષની અંદર સમાપ્ત કરવા માટે આહવાન કરતો ઠરાવ અપનાવ્યો છે. પેલેસ્ટાઇનને આ ઠરાવને “ઐતિહાસિક” ગણાવ્યો છે. બુધવારે UNGAમાં 124-14 મતથી ઠરાવ પસાર થયો હતો, જેમાં ભારત સહીત 43 દેશો ગેરહાજર રહ્યા હતા.

ઠરાવમાં ઇઝરાયેલને પેલેસ્ટિનિયન પર કબજાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી હતી. ઠરાવને તરફેણમાં 124 મત મળ્યા, જ્યારે 43 દેશો ગેરહાજર રહ્યા અને ઇઝરાયેલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય 12 ઠરાવ ફગાવ્યો હતો.

ઠરાવ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિ(ICJ) દ્વારા જુલાઈના સલાહકાર અભિપ્રાયને સમર્થન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટિનિયન પ્રદેશો અને વસાહતો પર ઇઝરાયેલનો કબજો ગેરકાયદેસર છે અને તેને પાછો ખેંચી લેવો જોઈએ. ICJ કહ્યું હતું કે કે ઇઝરાયલે શક્ય તેટલા ઝડપથી પેલેસ્ટાઈનનો કબજો છોડવો જોઈએ. જો કે જનરલ એસેમ્બલીના ઠરાવમાં 12-મહિનાની સમયમર્યાદા આપી છે.

જનરલ એસેમ્બલીના ઠરાવમાં દેશોને “ઇઝરાયલી વસાહતોમાં બનતી કોઈપણ ઉત્પાદનોની આયાત તેમજ ઇઝરાયેલને શસ્ત્રો, યુદ્ધાભ્યાસ અને સંબંધિત સાધનોની મદદ બંધ કરવા તરફ પગલાં લેવાનું પણ કહેવામાં આવ્યું છે. શંકા છે કે તેનો ઉપયોગ અધિકૃત પેલેસ્ટિનિયન પ્રદેશમાં થઈ શકે છે.”

ન્યુ યોર્કમાં વિશ્વના નેતાઓ વાર્ષિક યુએન મિટિંગ માટે મળે પહેલા ઇઝરાયેલને મોટો ફટકો પડ્યો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ 26 સપ્ટેમ્બરના રોજ 193 સભ્યોની જનરલ એસેમ્બલીને સંબોધવાના છે, તે જ દિવસે પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પણ યુએન એસેમ્બલીને સંબોધશે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker