ઇન્ટરનેશનલ

ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પર આક્રમણ કરવાની ઇઝરાયલની તૈયારી…

ગાઝા: અહીની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અલ શિફા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં શસ્ત્રો, દારૂગોળો મળી આવ્યા છે. ઇઝરાયલના સૈનિકો દાવો કરી રહ્યા છે કે હોસ્પિટલમાં સુરંગ છે, અને હમાસના આતંકવાદીઓ સુરંગમાંથી તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આથી હવે ઇઝરાયલ અલ શિફા હોસ્પિટલ પર પણ હુમલો કરી તેને ધ્વસ્ત કરી દે તેવી પ્રબળ શક્યતાઓ છે.
સંયુક્ત રાષ્ટ્રો અને મધ્યપૂર્વના દેશોએ ઇઝરાયલની આ કાર્યવાહીની નિંદા કરી હતી.

ઇઝરાયલના સૈનિકો અલ શિફાની અંદર ઘુસીને સુરંગ શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમણે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં હોસ્પિટલની અંદર જોખમી હથિયારો, દારૂગોળો સહિત અન્ય વિસ્ફોટક સામાન મળી આવ્યો છે. હમાસના આતંકવાદીઓએ કમાન્ડ સેન્ટર ઉભું કર્યું છે તેવા ઇઝરાયલના આ દાવાને અમેરિકાનું પણ સમર્થન મળ્યું છે.

પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય મંત્રાલયે ઇઝરાયલ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે હોસ્પિટલમાં ચારેયબાજુ ખતરનાક બુલડોઝર તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેવા ઇઝરાયલના સૈનિકો અહીં પહોંચ્યા કે તરત જ હોસ્પિટલમાં પાણી-વીજળીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો.

સંયુક્ત રાષ્ટ્રોના સૂત્રો અનુસાર, હોસ્પિટલની અંદર હજુ પણ ઓછામાં ઓછા 2300 દર્દીઓ, કર્મચારીઓ અને વિસ્થાપિત નાગરિકો છે, જેમાં ઘણા નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. હવે આ તમામ લોકોના જીવ પડીકે બંધાયા છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 40 દિવસ થઇ ગયા છે. ગાઝામાં અત્યાર સુધીમાં 23 લાખ લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે અને ગાઝાના મોટા ભાગના વિસ્તારોને ઈઝરાયેલી સેનાએ પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે ત્યારે હવે ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં હમાસની સંસદમાં પહોંચી ગયા. ગઇકાલે ઇઝરાયલના સૈનિકોએ ગાઝાની સંસદ પર આક્રમણ કરીને ઇમારતને જમીનદોસ્ત કરી નાખી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા