ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇઝરાયલ લેબનાન પર જમીન માર્ગે આક્રમણની તૈયારીમાં, વધુ એક મોટા યુદ્ધની તૈયારી

નવી દિલ્હી: ઇઝરાયલી સેનાના છેલ્લા એક વર્ષથી ગાઝા પર સતત હુમલા કરી રહી છે, જેમાં હાજારો નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે, જેને કારણે અંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલની ટીકા થઇ રહી છે. એવામાં હવે ઇઝરાયલે યુદ્ધનો નવો મોરચો ખોલ્યો છે. દક્ષિણ લેબનાન પર રોકેટ મારો કર્યા બાદ હવે ઇઝરાયલ લેબનાન પર જનીમ માર્ગે આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઇઝરાયેલે મંગળવારે લેબનાન પર કરેલા અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં 550 થી વધુ લોકો માર્યા ગયા હતા, અને હજારો લોકો ઘાયલ થયા છે.


| Also Read: Israelએ લેબનોનમાં 1100 જગ્યાઓ પર હુમલો કર્યો, 21 બાળકો,39 મહિલાઓ સહિત 492ના મોત


ગઈ કાલે બુધવારે હિઝબુલ્લા સંગઠને ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ પર મિસાઇલ લોન્ચ કર્યા હતા, જે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ગાઝા યુદ્ધ શરૂ થયા પછી હિઝબુલ્લાની સૌથી મોટી સ્ટ્રાઈક હતી.

અગાઉ, લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યોને નિશાન બનાવતા હજારો પેજર્સ અને રેડિયોમાં વિસ્ફોટ થયા હતા, જેના માટે લેબનીઝ સરકારે ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદને દોષી ઠેરવ્યું છે.

ઇઝરાયલી આર્મી ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ ઉત્તર તરફના સૈનિકોને જણાવ્યું હતું કે “લેબનાનમાં સંભવિત પ્રવેશ માટે જમીન તૈયાર કરવા અને હિઝબોલ્લાહને ખતમ કરવા તૈયાર રહો.”


| Also Read: “લેબેનોન પર ઈઝરાયલનો પેજર હુમલો : વેસ્ટ એશિયામાં બીજો મોરચો ખૂલ્લી ગયો છે


ઇઝરાયલી સૈન્ય અને યુએસએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે લેબનાન પર જમીન પર આક્રમણ કરવાની કોઈ યોજના નથી, પરંતુ તાજેતરની ટિપ્પણીઓ એ તરફ ઈશારો કરી રહી છે.

યુ.એસ.એ વાર્ષિક સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે તણાવ ઘટાડવા અને લેબનીઝને સરહદી વિસ્તારોમાં તેમના ઘરે પાછા ફરવાની મંજૂરી આપવા માટે અસ્થાયી યુદ્ધવિરામ યોજના તરફ બંને પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button