યુએનમાં નેતન્યાહૂએ કહ્યું હમાસને સમાપ્ત કરવું પડશે, અનેક દેશના પ્રતિનિધિઓ વોકઆઉટ કર્યું | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

યુએનમાં નેતન્યાહૂએ કહ્યું હમાસને સમાપ્ત કરવું પડશે, અનેક દેશના પ્રતિનિધિઓ વોકઆઉટ કર્યું

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શુક્રવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા અને હમાસ અંગે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઇઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ કાર્યવાહી પૂર્ણ કરવી જોઈએ. જોકે, નેતન્યાહૂનું ભાષણ શરૂ થવાનું હતું ત્યારે, ઘણા દેશોના પ્રતિનિધિઓ જનરલ એસેમ્બલી ચેમ્બરમાંથી એકસાથે વોક આઉટ કર્યું હતું. નેતન્યાહૂના ભાષણ દરમિયાન નારા અને હોબાળો જોવા મળ્યો હતો. જયારે અમેરિકાએ હમાસ વિરુદ્ધ નેતન્યાહૂના અભિયાનને ટેકો આપ્યો છે.

કેટલાક લોકોએ તાળીઓ પાડવાનું ચાલુ રાખ્યું

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય મંચો પર તેમના માટે સમર્થન ઘટી રહ્યું છે. જ્યારે નેતન્યાહૂએ પોતાનું ભાષણ આપવાનું ચાલુ રાખ્યું ત્યારે સભામાં હાજર કેટલાક લોકોએ તાળીઓ પાડવાનું ચાલુ રાખ્યું હતું. નેતન્યાહૂએ પોતાના ભાષણમાં વારંવાર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી. જેઓ આ ક્ષેત્રમાં તેમના રાજકીય અને લશ્કરી અભિગમના મુખ્ય સમર્થક રહ્યા છે.

આ પણ વાંચો: ઇરાન પર અમેરિકાના હુમલાએ ઇઝરાયેલને રાહત આપી, નેતન્યાહૂએ કહ્યું આ સાહસી હુમલાને વિશ્વ યાદ રાખશે…

ઇઝરાયલની સેનાએ ગાઝાવાસીઓના ફોન જપ્ત કર્યા

બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે એક કાર્યવાહીમાં ઇઝરાયલની સેનાએ ગાઝાવાસીઓના ફોન જપ્ત કર્યા છે.
નેતન્યાહૂ આંતરરાષ્ટ્રીય એકતા, યુદ્ધ ગુનાઓના આરોપો અને સંઘર્ષનો અંત લાવવા માટે વધતા દબાણનો સામનો કરી રહ્યા છે. ત્યારે વિશ્વના સૌથી મોટા મંચ પર તેમનું ભાષણ આંતરરાષ્ટ્રીય ટીકાનો જવાબ આપવાનો પ્રયાસ હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button