ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈઝરાયલે સિરિયા પર કર્યો ‘પરમાણુ’ હુમલોઃ રશિયન મીડિયાના દાવાથી ખળભળાટ…

તેલ અવીવઃ ઈઝરાયેલની સેનાએ 16 ડિસેમ્બર 2024ના રોજ સિરિયાના તારતર સ્થિત હથિયાર ડેપો પર બોમ્બ મારો કર્યો હતો. જેમાં તમામ હથિયાર નાશ પામ્યા હતા. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે અનેક કિલોમીટર ઊંચાઈ સુધી આગનો ગોળો નજરે પડ્યો હતો. આ વિસ્ફોટ બાદ 3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના ઝટકા 820 કિલોમીટર સુધી તુર્કીના ઈજનિક સુધી અનુભવાયા હતા.

ઈઝરાયેલે આ હુમલો જહાજથી અત્યાધુનિક મિસાઇલથી કર્યો હોવાનો દાવો કર્યો હતો. કેટલાક લોકોએ, આ હુમલો અમેરિકાએ બનાવેલા બી61 ન્યૂક્લિયર બોમ્બથી કર્યો હોવાનું પણ જણાવ્યું હતું. આ ઓછી તીવ્રતાનો પરમાણુ બોમ્બ છે.

આ પણ વાંચો : ઈઝરાયલે હમાસ નેતા ઈસ્માઈલ હનીયાની હત્યાની જવાબદારી સ્વીકારી, હુથીઓને પણ આપી ચેતવણી

યુરોપિયન યુનિયનના રેડિયોએક્ટિવ મોનિટરિંગ કમિટીએ તુર્કી અને સાઇપ્રસમાં બ્લાસ્ટના 20 કલાક બાદ આ વિસ્તારમાં રેડિએશનની માત્રા વધી હોવાનું જણાવ્યું હતું. હવા દ્વારા રેડિએશન સાઇપ્રસ અને દક્ષિણ તુર્કી પહોંચી રહ્યા છે. ઈઝરાયેલ વિશ્વના 9 પરમાણુ હથિયાર સંપન્ન દેશોમાંથી એક છે. જોકે તેની પાસે કેટલા પરમાણુ હથિયાર છે તેની જાણકારી આપવામાં આવી નથી.

જોકે સમયાંતરે એવી જાણકારી સામે આવી છે કે ઓછામાં ઓછી 90 અને મહત્તમ 400 હથિયાર ઈઝરાયેલ પાસે છે. ઇઝરાયેલ પરમાણુ હથિયારોને ફાઇટ્સ જેટ્સ, સબમરીન અને ક્રૂઝ મિસાઇલો દ્વારા ટાર્ગેટ કરી શકે છે. ઇઝરાયેલ, પરમાણુ હથિયારનો ઉપયોગ પહેલા નહીં કરે તેમ સતત કહેતું આવ્યું છે.

અમેરિકન ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટર મુજબ, ઈઝરાયેલે 1973 સુધી સુટકેસ પરમાણુ બોમ્બ ડેવલપ કરી લીધો હતો. આ બોમ્બને સુટકેસમાં લઈ જઈ શકાય તેટલો નાનો હતો. જોકે આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નછી. આ ઉપરાંત ઈઝરાયેલ પાસે આર્ટિલરીથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button