ઇન્ટરનેશનલ

Lebanon Pager Blast : હિઝબુલ્લાએ ઈઝરાયેલને બદલો લેવાની ધમકી આપી, એલર્ટ પર ઇઝરાયલ

બેરૂત : લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા શ્રેણીબદ્ધ પેજર વિસ્ફોટો(Lebanon Pager Blast) બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલને બદલો લેવાની ધમકી આપી છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર વિસ્ફોટોનો આરોપ લગાવ્યો છે. જો કે ઈઝરાયેલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હુમલામાં ઈરાનના રાજદૂત પણ ઘાયલ થયા છે. આ ઘટનાથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે પહેલેથી જ વધી રહેલો તણાવ વધુ વધવાની શક્યતા છે.

પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી

પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ ચેતવણી આપી છે કે ઈઝરાયેલને પરિણામ ભોગવવા પડશે. લેબનોનમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં લગભગ ત્રણ હજાર લોકો ઘાયલ થયા છે અને અગિયાર લોકો મોત થવાના અહેવાલ છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલની કથિત કાર્યવાહીને ઉશ્કેરણીજનક ગણાવી અને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી.

હાથ અને પેટના ભાગે ઈજાઓ થઈ

હિઝબુલ્લાએ કહ્યું છે કે તેના બે સભ્યો વિસ્ફોટોમાં માર્યા ગયા હતા અને મૃતકોમાં એક યુવતી પણ સામેલ હતી. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી ફિરાસ આબેદે કહ્યું છે કે 2800 લોકો ઘાયલ થયા છે અને તેમાંથી ઘણાની હાલત ગંભીર છે. મોટાભાગના લોકોને મોં, હાથ અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી.

લેબનોનમાં ઈરાનના રાજદૂત પણ પેજર બ્લાસ્ટમાં ઘાયલ થયા છે. જોકે તેની હાલત ગંભીર નથી. ઈરાનના વિદેશ મંત્રીએ પણ આ અંગે લેબનોનના વિદેશ મંત્રી સાથે ટેલિફોન પર વાત કરી અને રાજદૂતના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

કોડ દાખલ કરતાની સાથે જ વિસ્ફોટ થયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે આ હુમલો કર્યો હતો. લેબનીઝ સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે મોસાદે ઉત્પાદન સમયે તાઈવાનમાં બનેલા પેજરમાં ગુપ્ત વિસ્ફોટક પ્લાન્ટ કર્યો હતા. આ વિસ્ફોટકો પેજરની બેટરી પાસે લગાવવામાં આવ્યા હતા. આ વિસ્ફોટકો કોડ દાખલ કરતાની સાથે જ વિસ્ફોટ થયો હતો અને તેની અસરથી બેટરી પણ ફાટી ગઈ હતી

Show More

Related Articles

Back to top button
આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો