ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો નવમા દિવસમાં પ્રવેશ, બંને દેશોના સતત હવાઈ હુમલાઓ…

તેલ અવીવ: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને બાજુથી એકબીજા પર હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. જ્યારે ઈઝરાયલી મિસાઈલો ઈરાનના પરમાણુ મથકો અને ઔદ્યોગિક વિસ્તારોને નિશાન બનાવી રહી છે. ત્યારે શુક્રવારે રાત્રે ઈરાને મિસાઈલો છોડી હતી. હવે ઈઝરાયલે ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપી છે અને કહ્યું છે કે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે.
ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો નવમા દિવસમાં પ્રવેશ
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ નવમા દિવસમાં પ્રવેશતા જ ઈઝરાયલી લશ્કરી વડા એયાલ ઝમીરે શુક્રવારે નાગરિકોને લાંબા સમય માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. ઈઝરાયલે એક વીડિયો બહાર પાડ્યો છે અને વીડિયોમાં દર્શાવ્યું છે કે આ 4 કારણો છે જેના કારણે ઈરાનના શસ્ત્રાગારને અવગણી શકાય નહીં.
ઈઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત બનાવવાના પ્રયાસ
આ દરમિયાન ઈઝરાયલમાં 14 કાર્ગો વિમાનો ઉતર્યા છે. અમેરિકા અને જર્મનીથી શસ્ત્રોનો જથ્થો પહોંચ્યા છે. ગાઝા અભિયાન પછી અત્યાર સુધીમાં 800 કાર્ગો વિમાનો ઈઝરાયલ પહોંચ્યા છે. કાર્ગો વિમાનો દ્વારા મોકલવામાં આવતા શસ્ત્રોના પ્રકાર વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે ઈઝરાયલની હવાઈ સંરક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી રહી છે.
આપણ વાંચો : ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાની એન્ટ્રી, કિમ જોંગે ઈઝરાયલ અને અમેરિકાની ટીકા કરી