ઈરાન પર મોટા હુમલાની આશંકા, નેતન્યાહુ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તહેરાન ખાલી કરવા જણાવ્યું…

ન્યુ યોર્ક : ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ શસ્ત્રો અંગે ચેતવણી આપી છે. તેમણે ઈરાનની રાજધાનીના લોકોને કહ્યું કે તેહરાનને તાત્કાલિક ખાલી કરવું જોઈએ. તેની બાદ વ્હાઇટ હાઉસે જાહેરાત કરી કે ડોનાલ્ડ ટ્રમ્પે ટૂંક સમયમાં G-7સમિટ છોડી અમેરિકા પરત ફરશે.
ઈરાન પરમાણુ શસ્ત્રો નહિ રાખી શકે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કર્યું, ઈરાને પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવા જોઈતા હતા. આ કેટલું શરમજનક અને માનવ જીવન બરબાદ થઇ રહ્યા છે. સરળ શબ્દોમાં કહું તો ઈરાન પરમાણુ શસ્ત્રો નહિ રાખી શકે મેં આ વાત વારંવાર કહી છે.

તેહરાનમાં એક કરોડ લોકો રહે છે
તેહરાનમાં લગભગ એક કરોડ લોકો રહે છે. ટ્રમ્પની ચેતવણી ત્યાંના સ્થાનિક સમય મુજબ સવારે 2 વાગ્યાની આસપાસ આવી. ઇઝરાયલી સૈન્યએ કહ્યું છે કે તે તેહરાન પર આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તેણે સોમવારે સંકેત આપ્યો છે કે તે ઈરાની રાજ્ય ટીવી પર બોમ્બમારો કરીને ફક્ત લશ્કરી અથવા પરમાણુ સ્થળો સિવાયને પણ ટાર્ગેટ કરી રહી છે.
ઈઝરાયલે તેહરાન ખાલી કરવા જણાવ્યું
ઈઝરાયલે તેહરાનના નાગરિકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા પણ કહ્યું છે. કારણ કે તે ત્યાં બોમ્બમારો કરવા જઈ રહ્યું છે. તેની બાદ ઈરાની રાજધાની તેહરાનમાંથી મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે લોકો સલામત સ્થળોએ જતા જોવા મળ્યા હતા. રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે કેટલા લોકો તેહરાન છોડી ગયા છે.

અમેરિકા ઈરાન સાથે ફોન પર વાત કરી રહ્યું છે
ટ્રમ્પે કેનેડામાં G-7 સમિટમાં કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે ફોન પર વાત કરી રહ્યું છે અને તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે રૂબરૂ વાત કરવી વધુ સારું રહેશે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે ઈરાન કોઈ કરાર કરશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ઈરાન તેના પર હસ્તાક્ષર ન કરીને મૂર્ખાઈ કરી રહ્યું છે. ઈરાને અમેરિકાને હસ્તક્ષેપ કરવા અને છેલ્લા કેટલાક દિવસોમાં વધતા હવાઈ હુમલાઓને રોકવામાં મદદ કરવા હાકલ કરી છે.
ઈરાન મૂળભૂત રીતે વાટાઘાટોના ટેબલ પર
ટ્રમ્પે કહ્યું કે G-7 સમિટ છોડ્યા પછી તરત જ ઈરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે રાજદ્વારી કરાર થઈ શકે છે. તેમણે સમિટમાં કહ્યું હતું કે મને લાગે છે કે ઈરાન મૂળભૂત રીતે વાટાઘાટોના ટેબલ પર છે અને સમાધાન કરવા માંગે છે.
આપણ વાંચો : ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: તહેરાન પર હવાઈ નિયંત્રણનો ઈઝરાયલનો દાવો, મહાયુદ્ધના ભણકારા?