ઇન્ટરનેશનલ

ચાલુ યુદ્ધ વચ્ચે ઇઝરાયલે કરી એલોન મસ્કની યજમાની

ગાઝાને સ્ટારલિંક સેવા પૂરી પાડવા પર રાખશે ચાંપતી નજર

તેલ અવીવઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયલના નાગરિકોને હવે યુદ્ધ કરાર મુજબ નાના નાના જૂથોમાં મુક્ત કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ટેસ્લાના માલિક એલોન મસ્ક ડેમેજ કંટ્રોલ માટે ઈઝરાયલની મુલાકાતે ગયા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાઝામાં ઈન્ટરનેટ સુવિધા હેઠળ સ્ટારલિંક સેવા આપવા માટે ઈઝરાયલ સાથે કરાર કરશે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. જો કે, બંને વચ્ચે થયેલા યુદ્ધ કરાર મુજબ યુદ્ધમાં ચાર દિવસનો વિરામ રાખવામાં આવ્યો છે. દરમિયાન ટેસ્લાના માલિક એલોન મસ્ક ઈઝરાયલની મુલાકાતે આવ્યા છે. સોમવારે એલોન મસ્કની યજમાની કરનાર ઇઝરાયલે જણાવ્યું હતું કે તેઓ ગાઝા પટ્ટીમાં મસ્કની સ્પેસએક્સ કંપનીના સ્ટારલિંક કોમ્યુનિકેશન્સનો ઉપયોગ કરવા માટે સૈદ્ધાંતિક રીતે એક કરાર પર પહોંચી ગયા છે.


મસ્કની આ મુલાકાત સાથે હમાસ સામેની લડાઈ પર તાત્પુરતો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મસ્કની ઓફિસે હજુ સુધી આ સફર અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ઇઝરાયેલના પ્રમુખ આઇઝેક હરઝોગે મસ્ક સાથે બેઠક નક્કી કરી હતી અને ત્યાર બાદ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ મસ્ક સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં સુરક્ષા પાસાઓ પર ચર્ચા કરવા અને લાઈવ ઓનલાઈન ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી,એમ નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું.

નેતન્યાહુએ એક્સ પર યહુદીઓ વિરોધી ભાવનાને લઇને ઘણા દિવસો સુધી ચાલેલા વિવાદ બાદ મસ્કને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની રક્ષા કરવા અને નફરત ભરેલા ભાષણોથી લડત આપવા વચ્ચે સંતુલન સાધવાનો આગ્રહ કર્યો હતો. ગયા મહિને જ્યારે દક્ષિણ ઇઝરાયલમાં હમાસ દ્વારા નિર્દોષોની કરવામાં આવેલી હત્યા અને અપહરણ બાદ હમાસ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું હતું, એ સમયે મસ્કે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંગઠનો સાથે મળીને ગાઝામાં ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવા માટે સ્ટારલિંકનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.


જોકે, તે સમયે ઇઝરાયલે તેમના પ્રસ્તાવનો વિરોધ કરતા જણાવ્યું હતું કે હમાસ એનો (સ્ટારલિંક)નો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે જ કરશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત