ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધ વચ્ચે 600 ભારતીય સૈનિકો પર ખતરો, UN ઓફિસ પર હુમલાથી ભારત ચિંતિત
બૈરૂતઃ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે દક્ષિણ લેબનોમાં તૈનાત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી છે. ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાને સતત નિશાન બનાવી રહ્યું છે. થોડા દિવસો પહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક પણ ઇઝરાયેલની ગોળીબારનો શિકાર બન્યો હતો.
600 ભારતીય સૈનિકો ક્યાં તૈનાત છે
600 ભારતીય સૈનિક લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનનો હિસ્સો છે અને ઇઝરાયેલ લેબનાન સરહદપર 120 કિમી લાંબી બ્લૂ લાઈન પર તૈનાત છે. અહીં ઝડપથી વધી રહેલા તણાવ અને હુમલા વચ્ચે ભારત આ સૈનિકોની સુરક્ષાને લઈ ચિંતિત છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, અમે બ્લૂ લાઇન પર બગડી રહેલી સુરક્ષા સ્થિતિને લઈ ચિંતિત છે. અમે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્ર પરિસરનું પણ તમામે સન્માન કરવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલું ભરવું જોઈએ.
હોસ્પિટલમાં ભરતી UN શાંતિ સૈનિક
વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદનમાં જણાવ્યું છે કે, લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના નકૌરા મુખ્યાલય અને આસપાસના સ્થાનો પર ઇઝરાયેલી સેના દ્વારા વારંવાર હુમલા કરવામાં આવ્યા છે. આજે સવારે બે શાંતિ સૈનિક ઘાયલ થયા. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું, આ ઈજા ગંભીર નથી તે રાહતની વાત છે પરંતુ તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ભરતી છે.
મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સ્થિતિ સતત ગંભીર બની રહી છે. આ તણાવ પૂર્વ માહોલમાં દક્ષિણ લેબનોની સીમા પર શાંતિ જાળવી રાખવા માટે તૈનાત સંયુક્ત રાષ્ટ્રની ટુકડી પર પણ હુમલા થઈ રહ્યા છે. તાજેતરમાં આ હુમલામાં બે શાંતિ સૈનિક ઘાયલ થયા છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે હિઝબુલ્લાહ જાણી જોઈને આ સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે.
હાલ સ્થિતિ વધુ ખતરનાક થઈ રહી છે, કારણકે ઈઝરાયેલના હવાઈ હુમલા દક્ષિણ લેબનાનથી રાજધાની બેરૂત સુધી પહોંચી ગઈ છે. દક્ષિણ બેરૂત પર થઈ રહેલા હુમલા હવે શહેરની મધ્યમાં પણ થઈ રહ્યા છે. બરૂતમાં સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ છે, જ્યાં તાજેતરમાં જ બે સ્થાનો પર ઇઝરાયેલે હુમલા કર્યા હતા. આ હુમલામાં 18 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે.