ઇન્ટરનેશનલ

ઇઝરાયલે વિશ્વને ચોખ્ખુચટ્ટ સંભાળાવી દીધું કે…

તેલ અવીવ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ ગુરુવારે ચેતવણી જાહેર કરી હતી કે ગાઝામાં સ્વાસ્થ્ય સેવા સાવ ખરાબ પરિસ્થિતિમાં છે. ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં વીજળી, ખાદ્યપદાર્થ, પાણી અને ઈંધણને સંપૂર્ણ રીતે રોકવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ વૈશ્વિક એજન્સીએ આ ચેતવણી આપી છે. WHOએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા પડી ભાંગી છે. જો સંપૂર્ણ નાકાબંધી વચ્ચે ગાઝા પટ્ટીમાં ઇંધણ અને જીવન-રક્ષક આરોગ્ય અને માનવતાવાદી પુરવઠો તાત્કાલિક પહોંચાડી ના શકાયો તો લોકોને બચાવવા અને ત્યાંથી બહાર કાઢવા મુશ્કેલ છે. ત્યારે આ સ્થિતિ માટે હમાસ પોતે જ જવાબદાર છે અને અમને કોઇ માનવતાવાદી અને નૈતિકતાનો ઉપદેશ આપશો નહીં એમ ઇઝરાયલના ઉર્જા પ્રધાન ઇઝરાયલ કાત્ઝેએ કહ્યું હતું.

ગાઝા પટ્ટીમાં લગભગ 2.2 મિલિયન પેલેસ્ટિનિયનો રહે છે તે જગ્યા હમાસ આતંકવાદી જૂથનું ઘર તરીકે કહેવામાં આવે છે. 1973 યોમ કિપ્પુર યુદ્ધ પછી 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ માત્ર ઈઝરાયેલના નાગરિકોને જ માર્યા ન હતા પરંતુ તેમના સૈનિકોને પણ બંધક બનાવ્યા હતા. આના જવાબમાં ઇઝરાયલી સંરક્ષણ દળોએ ગાઝામાં હમાસમાં જવાબી હુમલો શરૂ કર્યો હતો.

WHOએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં દરરોજ માત્ર થોડા કલાકો જ વીજળી હોય છે કારણ કે તેમને વીજળી માટે જનરેટર પર આધાર રાખવાની ફરજ પડી રહી છે તેમજ રાશન પણ બહારથી આવતું ના હોવાને કારણે રાશન પણ ઘટી રહ્યું છે. અને જો આમ જ ચાલતું રહ્યું તો થોડાક જ સમયમાં આ તમામ વસ્તુઓ પણ સમાપ્ત થઇ જશે અને સામાન્ય લોકોને પણ જીવન જીવવું અઘરું થઇ જશે.

ઇઝરાયલના ઉર્જા પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે જ્યાં સુધી હમાસ ઇઝરાયલી બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી દેશ ગાઝા પટ્ટીની અંદર વીજળી, પાણી અને ઇંધણ અથવા માનવતાવાદી સહાય સહિતના મૂળભૂત સંસાધનોની મંજૂરી આપશે નહીં. કાત્ઝેએ આ તમામ બાબતો એક્સ પર પોસ્ટ કરીને જણાવી હતી આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે એમને કોઇ માનવતાવાદી અને નૈતિકતાનો ઉપદેશ આપશો નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…