ઇન્ટરનેશનલ

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ‘ગંભીર’ આર્થિક ફટકો પહોંચાડશે: વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગા

વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગાએ એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વિશ્વભરમાં આર્થિક વિકાસને “ગંભીર” ફટકો પહોંચાડી શકે છે. સાઉદી અરેબિયામાં રોકાણકારોની એક પરિષદમાં સંબોધન કરતી વખતે અજય બંગાએ કહ્યું હતું કે ઇઝરાયેલ અને ગાઝામાં જે થયું, જો તમે સૌને એક હરોળમાં મુકો, તો મને એવું લાગે છે કે તેનો પ્રભાવ આર્થિક વિકાસ પર ખૂબ જ ગંભીર છે.

સ્કાય ન્યૂઝના એક અહેવાલ મુજબ અજય બંગાએ કહ્યું હતું કે, “મને લાગે છે કે આપણે ખૂબ જ ખતરનાક તબક્કામાં છીએ.” વૈશ્વિક નેતાઓને ડર છે કે આ યુદ્ધને પગલે મધ્ય-પૂર્વમાં વ્યાપક સંઘર્ષમાં સર્જાઇ શકે છે. આ યુદ્ધ ઇઝરાયેલની અર્થવ્યવસ્થાને પહેલા જ અસર કરી ચૂક્યું છે.

વિશ્વ બેંકના પ્રમુખે કહ્યું હતું કે ભૌગોલિક ભૂ-રાજકીય તણાવ વિશ્વની અર્થવ્યવસ્થા માટે સૌથી મોટું જોખમ છે. આર્થિક જોખમો ઝડપથી વધે છે અને તેની અવગણના કરવી જોઈએ નહીં. તેમણે પોતાની વાત સ્પષ્ટ કરવા માટે અમેરિકાનું ઉદાહરણ આપ્યું. “અમેરિકાની 10-વર્ષની ટ્રેઝરી (ઉપજ) સોમવારે 5% ને વટાવી ગઈ, આ એવા ક્ષેત્રો છે જેનાથી આપણે અજાણ છીએ,” તેમ બંગાએ રિયાધમાં જણાવ્યું હતું.

7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા અને તેના સરહદી શહેરો પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં લગભગ 222 લોકોને બંધક બનાવીને તેમણે ગાઝામાં કેદ કરી લીધા છે. તે દિવસથી અત્યાર સુધીમાં હમાસના હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 1400થી વધુ લોકોના મોત થયા છે. હુમલાના વળતા જવાબરૂપે ઇઝરાયલના બોમ્બમારામાં 5000થી વધુ પેલેસ્ટિનિયનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો