ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ ઈઝરાયલી સૈનિકોનો આ વીડિયો દિલ જીતી લેશે…

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દરરોજ નવા નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે. બંને દેશના હજારો સૈનિક, નાગરિકોના મૃત્યુ થઈ રહ્યા છે. દરમિયાન હમાસના સૈનિકોનો ખાત્મો બોલાવીને જ યુદ્ધ પૂરું કરવાનો નિર્ધાર ઈઝરાયલી સૈનિકોએ કરી લીધો છે. ઈઝરાયલના સશસ્ત્ર દળે હમાસે કબજે કરેલા એક ચેક પોઈન્ટ પર ફરી કબજો જમાવી દીધો હતો અને 250 લોકોને ઉગારી લીધા હતા. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ઈઝરાયલના સૈનિકોએ હમાસના સૈનિકોને જે રીતે મારી રહ્યા છે એના ફૂટેજ જોવા મળે છે.
ફ્લોટિલા 13 એલિટ યુનિટના સભ્યોએ પહેરેલાં બોડી કેમેરામાં આ દ્રશ્ય કેદ થઈ ગયું હતું. ગુરુવારે સાંજે આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (જૂનું ટ્વીટર) પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક અંધારા રૂમ અને ફ્લોર પર પડી રહેલાં મૃતદેહો દેખાઈ રહ્યા છે અને આ મૃતદેહ ઓલિસના હતા કે આતંકવાદી એ વીડિયો જોઈને સ્પષ્ટ થઈ શક્યું નહોતું.
બીજા રૂમમાં સૈનિકોએ જેવી એન્ટ્રી લીધી એટલે કેટલાક લોકો ઉભેલા જોવા મળે છે. આ લોકો યહૂદીઓ હોવા જોઈએ. વીડિયોમાં બંકરમાં જ રહો અમે આવી રહ્યા છે એવું જણાવતો અધિકારીનો અવાજ સાંભળવા મળે છે. દરમિયાન ઈઝરાયેલી સૈનિકોએ રેસ્ક્યુ કરેલાં લોકોને ઓળખ અને નાગરિકત્વ વિશે ખાસ કંઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અપહરણ કરાયેલાં 20 અમેરિકન લોકોની શોધ હજી ચલાવવામાં આવી રહી છે.
છેલ્લાં છ દિવસમાં આ ક્ષેત્રમાં ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે, પણ યુએન દ્વારા આપવામાં આવેલા ઈશારાનો એવો અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે શુક્રવારે એટલે કે 13મી ઓક્ટોબરના ગાઝા પટ્ટી પરથી જમીન માર્ગે હુમલા કરવામાં આવશે. હમાસ પેલેસ્ટાઈન આંતકવાદી સંગઠન દ્વારા શનિવારે સાતમી ઓક્ટોબરના ઈઝરાયલમાં ઘૂસણખોરીને અનેક ગામોમાં નરસંહ કર્યો હતો.