ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામના આપ્યા સંકેતઃ હમાસને આપી ખતરનાક ધમકી

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ ટ્રૂથ પર પર સંઘર્ષવિરામ થવાની સંભાવનાનો સંકેત આપ્યો હતો.
ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ઈઝરાયલ 60 દિવસના યુદ્ધવિરામ કરવા પર સહમત થયા છે. તેમણે લખ્યું, મારા પ્રતિનિધિઓએ ઈઝરાયલના લોકો સાથે લાંબી અને સકારાત્મક પરિણા આપતી બેઠક કરી હતી.
આપણ વાંચો: ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભ્રષ્ટાચારના કેસ રાહત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા
બેઠક દરમિયાન ઈઝરાયલે 60 દિવસના યુદ્ધવિરામને અંતિમ રૂપ આપવા માટે જરૂરી શરતો પર સહમતિ આપી હતી. ઈઝરાયલ સાથે 20 મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે અનેક વખત વાયદા કરી ચુકેલા ટ્રમ્પ આ વખતે કડકાઈ દર્શાવતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 7 જુલાઈએ વ્હાઈટ હાઉસમાં ઈઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરશે