ઇન્ટરનેશનલ

ગાઝામાં ચાર દિવસીય યુદ્ધવિરામ, 50 બંધકોની મુક્તિ – ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરતી સમજુતી

તેલ અવીવ: ઇઝરાયલ સરકારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે કતારના મધ્યસ્થી કરારને મંજૂરી આપી દીધી છે, જેના પછી ગાઝામાં થોડા સમય માટે યુદ્ધ બંધ થઈ જશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનેલા કેટલાક લોકોને (મહિલાઓ અને બાળકો) મુક્ત કરશે, બદલામાં ઇઝરાયલ અસ્થાયી રૂપે યુદ્ધ બંધ કરશે. જો કે, આ ડીલ વિશે હજુ બહુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઇઝરાયલ સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટે એક સમજુતી કરારને મંજૂરી આપી છે, જેના હેઠળ ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા ઓછામાં ઓછા 50 બંધકો (મહિલાઓ અને બાળકો)ને મુક્ત કરવામાં આવશે, તેના બદલામાં ઇઝરાયલની હવાઈ અને જમીન કામગીરીમાં ચાર દિવસીય યુદ્ધવિરામ થશે. જોકે, આ નિવેદનમાં ઇઝરાયલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જે આ સમજૂતીનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું માનવામાં આવે છે.


એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે આ સોદાને ઇઝરાયલી કેબિનેટ દ્વારા ભારે બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર લગભગ 150 પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને ઇઝરાયલની જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી અપેક્ષા છે. વિદેશી નાગરિકોને આ સમજુતી કરારમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવતું નથી, પરંતુ તેઓ અલગ કરારનો ભાગ હોઈ શકે છે અને સંભવતઃ અસ્થાયી યુદ્ધવિરામ સમયગાળા દરમિયાન મુક્ત થઈ શકે છે. આ ઉપરાંત ગાઝા પટ્ટીમાં બળતણ સહિત સહાયની લગભગ 300 ટ્રકોને મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.

ઇઝરાયલ કથિત રીતે દિવસના માત્ર છ કલાક જ ડ્રોન ઉડાવવા માટે સંમત નથી. હમાસે વાતચીત દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે લડાઈમાં વિરામ દરમિયાન વધુ ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
ઇઝરાયલ સરકારે હમાસ સાથેની લડાઈ રોકવા માટે કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલા કરારને મંજૂરી આપી છે.


આ પ્રક્રિયા ઘણા તબક્કામાં થશે, જેનો અર્થ એ છે કે ગાઝા પર ઇઝરાયલી બોમ્બમારોનો તાત્કાલિક અંત અસંભવિત છે. હવે કતારને એક સત્તાવાર સંદેશાવ્યવહાર મોકલવામાં આવે તેવી અપેક્ષા છે જેમાં તેને યુદ્ધવિરામ કરારની તરફેણમાં ઇઝરાયલી કેબિનેટના મત વિશે જાણ કરવામાં આવશે.

આ પછી કતારમાં આ ડીલની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. યુદ્ધવિરામ સમજૂતીનો વિરોધ કરનાર કોઈપણ ઈઝરાયલી જાહેરાતના 24 કલાકની અંદર ઈઝરાયલની હાઈકોર્ટમાં નિર્ણય સામે અપીલ દાખલ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન, ન તો ગાઝામાં અટકાયતીઓ કે ઇઝરાયલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. આ અપીલનો સમયગાળો વીતી ગયા પછી અટકાયતીઓ અને કેદીઓની પ્રથમ વિનિમય ગુરુવાર અથવા શુક્રવારે થાય તેવી શક્યતા છે.

ઇઝરાયલી મીડિયાએ ઇઝરાયલના રાજકીય સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે યુદ્ધવિરામ દરમિયાન ગાઝામાં લડાઇથી વિસ્થાપિત થયેલા પેલેસ્ટિનિયનો યુદ્ધગ્રસ્ત વિસ્તારના ઉત્તરીય ભાગમાં પાછા ફરી શકશે નહીં.

નોંધનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો જેમાં 1200 લોકોના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન, હમાસના લડવૈયાઓએ લગભગ 239 લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી ઇઝરાયલે હમાસના નિયંત્રણ હેઠળની ગાઝા પટ્ટી પર હવાઈ અને પછી જમીની હુમલા શરૂ કર્યા. ઈઝરાયલના હુમલામાં 14,100થી વધુ લોકો માર્યા ગયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…