ઇઝરાયલ મુદ્દે મુસ્લિમ દેશો થયા બે કેમ્પમાં વિભાજિત
હમાસ સાથે માત્ર 4, જાણો કારણ

ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પર, એવું લાગે છે કે આરબ દેશો ઇઝરાયેલ સામે ઉભા છે પરંતુ વાસ્તવમાં એવું નથી. ઇઝરાયલ-હમાસ સંઘર્ષ મુદ્દે આરબ અને મુસ્લિમ દેશો વિભાજીત છે. તેથી આવનારા દિવસોમાં આરબ અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ થાય કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વિશ્વ યુદ્ધમાં ફેરવાય એવી શક્યતા નહીવત છે.
આરબ દેશો માટે ઈઝરાયેલ સામે એક થવું સરળ નથી. આ માટે ઘણા કારણો જવાબદાર છે. હા, એ વાત સાચી છે કે મોટાભાગના મુસ્લિમ દેશો ઇઝરાયલ પર ગાઝામાં નિર્દોષઓ પણ હુમલા ના કરવા માટે દબાણ કરી રહ્યા છે. જોકે, આવું કહેનારા માત્ર મુસ્લિમ દેશો જ નથી. અન્ય દેશો પણ આ જ વાત કહી રહ્યા છે. યુએન પણ એમ જ ઇચ્છે છે.
ગાઝામાં થયેલા હુમલાઓને લઈને કેટલાક આરબ દેશો ઈઝરાયેલ પર આક્રમક છે. આ રીતે તેઓ આડકતરી રીતે હમાસની આતંકવાદી કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યા છે. પરંતુ તેને તમામ મુસ્લિમ દેશોનું સમર્થન નથી. આ જ કારણ છે કે અત્યાર સુધી માત્ર એક ડઝન દેશો જ ગાઝાના સમર્થનમાં ખુલ્લેઆમ આગળ આવ્યા છે.
આશરે 50 મુસ્લિમ દેશો છે, જેમાંથી 22 આરબ લીગ દેશો છે. આ દર્શાવે છે કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પર મુસ્લિમ દેશો એક નથી. તેથી આવનારા દિવસોમાં ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થાય તેવી શક્યતાઓ બહુ ઓછી છે.
આરબ દેશોના વિભાજનનું એક કારણ તુર્કી, સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેનો તફાવત છે. આ ત્રણેય દેશો મુસ્લિમ દેશોનું નેતૃત્વ કરવા માંગે છે પરંતુ તેમાંથી કોઈ પણ એક બીજાનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નહીં થાય. ઈરાન સૌથી વધુ અવાજ ઉઠાવે છે પરંતુ શિયા રાષ્ટ્ર હોવાને કારણે તેનું નેતૃત્વ મોટાભાગના મુસ્લિમ દેશોને સ્વીકાર્ય નથી. આ સિવાય આરબ દેશો પણ સારી રીતે જાણે છે કે અમેરિકા અને યુરોપ ઈઝરાયલની પાછળ ઉભા છે.
ભારતે પણ આતંકવાદી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. ભૂતકાળમાં પણ ઈઝરાયલ-અરબ સંઘર્ષમાં અમેરિકાની મદદના કારણે ઈઝરાયલ તેમના પર ભારે પડ્યું હતું. બેશક, ચીન હમાસનું સમર્થન કરે છે, પણ ચીનનો ભરોસો કેટલો કરાય!
ઈરાન, જોર્ડન, લેબેનોન અને ઈજીપ્ત આ ચાર દેશો ઈઝરાયલ વિરુદ્ધ સૌથી વધુ અવાજ ઉઠાવે છે.
હમાસ આતંકવાદી જૂથ છે. તેઓ જાણે છે કે જો તેઓ ખુલ્લેઆમ હમાસને સમર્થન કરશે તો તેમનું ભાગ્ય પણ હમાસ જેવું જ થશે. તેથી, તેઓ માત્ર ગાઝામાં નિર્દોષ લોકો પરના હુમલા સામે મુસ્લિમ દેશોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે હમાસને ગાઝાના લોકોનું સમર્થન છે. પેલેસ્ટાઈનમાં વેસ્ટ બેન્ક પણ છે પરંતુ ત્યાં આવી કોઈ કટોકટી નથી કારણ કે વેસ્ટ બેન્કના લોકો હમાસને સમર્થન આપતા નથી.