ઈઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલોઃ અત્યાર સુધીમાં 56,000થી વધુ લોકોના મૃત્યુ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ઈઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલોઃ અત્યાર સુધીમાં 56,000થી વધુ લોકોના મૃત્યુ

ગાઝાઃ ગાઝા પર ઈઝરાયલે ફરી હુમલો કર્યો હતો. શિફા હૉસ્પિટલના કર્મચારીઓ અનુસાર ગાઝા શહેરના પેલેસ્ટાઈન સ્ટેડિયમમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. સ્વાસ્થ્ય કર્મચારીઓ મુજબ, આ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોના મૃત્યુ થયા છે. હૉસ્પિટલના મુજબ જણાવ્યા દક્ષિણ ગાઝામાં વિસ્થાપિતો માટે બનાવવામાં આવેલા તંબુ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં છ લોકોના મૃત્યુ થયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાઝામાં હજુ પણ 50 બંધક છે. તેઓ 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યા બાદ બંધક બનાવવામાં આવેલા 250 લોકો પૈકીના હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં યુદ્ધમાં 56,000થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

આપણ વાંચો: ઇરાન ઈઝરાયલ વચ્ચે યુદ્ધ સમાપ્ત, ઇરાને એર સ્પેસ ખોલી, ઈઝરાયલે પ્રતિબંધો દૂર કર્યા

ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર, 2023 ના રોજ શરૂ થયો, જ્યારે હમાસ દ્વારા ઈઝરાયલ પર મોટા પાયે હુમલા કરવામાં આવ્યા. આ હુમલામાં રોકેટ હુમલાઓ, ઈઝરાયલી વિસ્તારોમાં ઘૂસણખોરી અને નાગરિકોને નિશાન બનાવવાનો સમાવેશ થતો હતો.

આના જવાબમાં ઈઝરાયલે ગાઝા પટ્ટી પર મોટા પાયે વળતો હુમલો શરૂ કર્યો, જેને ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ નામ આપવામાં આવ્યું. આ દિવસથી બંને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button