“ત્યારે તમારી નજર ક્યાં હતી…”, રફાહ નરસંહાર બાદ ઇઝરાયલનો લૂલો બચાવ
તેલ અવિવ: હામાસના આતંકવાદીઓ સામે કાર્યાવાહીની આડમાં ઇઝરાયલ(Israel) છેલ્લા સાત મહિનાથી ગાઝામાં નિર્દોષ પલેસ્ટીનીયન નાગરીકોનો નરસંહાર(Gaza Genocide) કરી રહ્યું છે, ગાઝાના ઉત્તર અને મધ્ય ભાગને તબાહ કર્યા બાદ હવે ઇઝરાયલ દક્ષિણ ગાઝાના રફાહની શરણાર્થી શિબિરો (Rafah Refugee camp) પર હવાઈ હુમલા કરી રહ્યું છે, જેના વિરોધમાં વિશ્વભરના સેલિબ્રિટીઝ, સ્પોર્ટ્સપર્સન અને અન્ય લાખો સોશિયલ મીડિયા યુઝર્સ ‘ઓલ આઇઝ ઓન રફાહ'(All Eyes On Rafah) અભિયાનને ટેકો આપી રહ્યા છે અને ઇઝરાયલની ટીકા કરી રહ્યા છે, એવામાં ઇઝરાયલે લૂલો બચાવ કરતા નિવેદન જાહેર કર્યું છે.
‘ઓલ આઇઝ ઓન રફાહ’ અભિયાનના જવાબમાં જોકે ઈઝરાયેલે એક તસવીર શેર કરી છે, જેમાં લોકોને પૂછવામાં આવ્યું છે કે તેઓએ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર હમાસના હુમલા વિશે કેમ પોસ્ટ નથી કરી રહ્યા.
બેન્જામિન નેતન્યાહુની આગેવાનીવાળી સરકારે એક X પોસ્ટમાં લખ્યું કે “7 ઓક્ટોબરના રોજ તમારી નજર કઈ તરફ હતી?”( Where were your eyes on October 7) લખાણ સાથે એક તસ્વીર શેર કરી છે. આ તસવીરમાં હમાસનો એક યોદ્ધો બાળકની સામે ઊભેલો દર્શાવવામાં આવ્યો છે.
7 ઑક્ટોબરના રોજ ઈઝરાયેલ પર હમાસના હુમલામાં 1,160 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે સામાન્ય નાગરિકો હતા. હમાસે લગભગ 250 બંધકોને પણ બંધક બનાવ્યા હતા, જેમાંથી મોટા ભાગનાને હમાસે મુક્ત કરી દીધા છે. ઇઝરાયેલના જણાવ્યા મુજબ 99 ઇઝરાયલી નાગરીકો હજુ હમાસ કબજામાં છે.
ઇન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટીસ(ICJ)ના આદેશની અવગણના કરી ઇઝરાયલે રફાહમાં શરણાર્થી શિબિર પર કરેલા તાજેતરના હુમલામાં બાળકો સહિત 45 નાગરિકો માર્યા ગયા હતા, આ ઘટનાએ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલની કાર્યવાહી સામે આક્રોશ પેદા કર્યો છે, ઇઝરાયલી વડા પ્રધાને આ ઘટનાને મોટી ભૂલ ગણાવી હતી, પરંતુ હકીકતએ છે કે છેલ્લા સાત મહિનામાં ગાઝામાં 35000થી વધુ લોકો માર્યા ગયા છે જેમાં 15,000થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
વૈશ્વિક આક્રોશ વચ્ચે ઇઝરાયેલે રફાહ કેમ્પ પર હુમલા અંગે કહ્યું કે હમાસના હથિયારો પર રોકેટ પડવાને કારણે લાગેલી આગને કારણે નુકસાન થયું હતું.
Also Read –