Israel-Lebanon Conflict: હિઝબુલ્લાના નવા વડા હાશેમ સૈફુદ્દીની પણ હત્યા, ઈઝરાયલનો મોટો દાવો

બૈરુત: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે મધ્યપૂર્વમાં અજંપા ભર્યું વાતાવરણ છે. બીજી તરફ ઇઝરાયલી સેના લેબનાન પર સતત હુમલા કરી રહી છે. ગઈ કાલે પણ બાજુથી લેબનાનની રાજધાની બૈરુત એર સ્ટ્રાઈક (Air strike on Bairut) કરવામાં આવી હતી,જે માં હિઝબુલ્લાહના ઘણા સભ્યો માર્યા ગયા છે. લેબનાન તરફથી પણ ઇઝરાયેલ પર ઘણા રોકેટ પણ છોડવામાં આવ્યા છે.
ઇઝરાયેલની સેનાએ મોડી રાત્રે બૈરુતમાં ફરી રોકેટમારો કર્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે આ બોમ્બ ધડાકામાં નસરાલ્લાહનો ઉત્તરાધિકારી હાશિમ સૈફુદ્દીન (Hashim Saifuddin) પણ માર્યો ગયો છે. ઈઝરાયેલના મીડિયા દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ સેના કે સરકાર તરફથી કોઈ સ્પસ્ટતા કરવામાં આવી નથી.
| Also Read: Israel Iran War: ઈઝરાયેલે ઈરાનને આપી પરિણામ ભોગવવાની ચેતવણી , UNSC એ ઇમરજન્સી બેઠક બોલાવી
ઈઝરાયેલના મીડિયા અનુસાર, હિઝબુલ્લાહના વરિષ્ઠ નેતાઓની બેઠક દરમિયાન બંકર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલી સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ હુમલામાં અન્ય કેટલાક લોકોને નિશાન બનાવ્યા હતા, જેમાં હાશેમ સૈફુદ્દીનનો સમાવેશ થાય છે, જેઓ હિઝબોલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા તરીકે જૂથની રાજકીય કામગીરીની દેખરેખ રાખે છે. સૈફુદ્દીન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ છે. 2017માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
| Also Read: આંતરરાષ્ટ્રીય દબાણ છતાં Israelલે Lebanonમાં જમીન માર્ગે હુમલા શરુ કર્યા
પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટ કહ્યું કે અમેરિકન સૈનિકો ઇઝરાયલ નહીં જાય. આનો સ્પષ્ટ અર્થ છે કે અમેરિકા આ યુદ્ધમાં કોઈ સક્રિય ભૂમિકા ભજવવાનું નથી.