ઇઝરાયલ અને હમાસ યુદ્ધમાં ભારતના વલણ પર ઇઝરાયલે કેમ કરી ટિપ્પણી…
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેની દુશ્મનાવટને સમાપ્ત કરવા માટે તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામની વાત કરવામાં આવી હતી જો કે ભારત આ બાબતથી દૂર રહ્યું હતું જેના કારણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વલણ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સહિત કોઈપણ સંસ્કારી દેશ આવી બર્બરતાને સહન કરવા તૈયાર નહી થાય.
ઈઝરાયલના વડા પ્રધાને 27 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા ઠરાવને ખામીયુક્ત ગણાવ્યો હતો તેમજ આ ઠરાવ પર નેતન્યાહુએ કહ્યું હતું કે મને લાગે છે કે ઠરાવમાં ઘણી બધી ખામીઓ છે અને મને એ જોઈને દુઃખ થાય છે કે અમારા ઘણા મિત્રો પણ એવું નથી કહેતા કે ઇઝરાયલ સાથે જે કંઈ પણ તે ખોટું થયું છે અને તે ના થવું જોઇએ. અને ભારત જેવા કે પછી કોઈ પણ સંસ્કારી દેશ આવી બાબતને સહન કરી શકશે નહિ. તેથી હું આશા રાખું છું કે આવી દરખાસ્તો ફરીથી લાવવામાં નહીં આવે.
નેતન્યાહુએ ખાસ કહ્યું હતું કે જેમ યુનાઇટેડ સ્ટેટ્સ પર્લ હાર્બર પર 9/11ના આતંકવાદી હુમલા પછી યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તે જ રીતે ઇઝરાયલ પણ હમાસ સાથે દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે સંમત થશે નહીં. યુદ્ધવિરામ પર કડકતા વ્યક્ત કરતાં ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું કે યુદ્ધવિરામનું આહ્વાન ઇઝરાયલને હમાસને આત્મસમર્પણ કરવા, આતંકવાદ સામે આત્મસમર્પણ કરવા, બર્બરતા સામે આત્મસમર્પણ કરવાની હાકલ છે.
અને તે ક્યારેય નહી થાય. ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રજૂ કરાયેલા ઠરાવમાં પેલેસ્ટિનિયન સંગઠન હમાસ અને બંધક શબ્દોનો કોઈ ઉલ્લેખ નહોતો. દરખાસ્તની તરફેણમાં 120 અને વિરુદ્ધમાં 14 દેશોએ મતદાન કર્યું હતું.