ઇન્ટરનેશનલ

Israel એ ગાઝા પટ્ટીમાં તમામ સહાય પર પ્રતિબંધ મૂક્યો, બાકી બંધકોને છોડવા ચેતવણી આપી…

તેલ અવીવ : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધ વિરામ(Israel Hamas Ceasefire) બાદ હવે નવો વળાંક આવ્યો છે. જેમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ દરમિયાન તમામ સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયલે રવિવારે કહ્યું હતું કે તે ગાઝા પટ્ટીમાં તમામ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જોકે, વડાપ્રધાન કાર્યાલયે આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપી નથી. પરંતુ ચેતવણી આપી હતી કે જો હમાસ યુદ્ધવિરામ લંબાવવાના યુએસ પ્રસ્તાવને સ્વીકારશે નહીં તો તેને ખરાબ પરિણામો ભોગવવા પડશે.

Also read : યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા

કાયમી યુદ્ધવિરામના બદલામાં બાર બંધકોને મુક્ત કરશે

જોકે, સહાયનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે કે નથી તે હજુ સુધી સ્પષ્ટ નથી. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો શનિવારે સમાપ્ત થયો. આમાં માનવતાવાદી સહાયમાં વધારો સામેલ હતો. બંને પક્ષોએ હજુ સુધી બીજા તબક્કાની વાટાઘાટો કરી નથી. જેમાં હમાસ ઇઝરાયલ દ્વારા તેના સૈનિકો પાછા ખેંચવા અને કાયમી યુદ્ધવિરામના બદલામાં બાર બંધકોને મુક્ત કરશે.

Also read : Russia Ukrain War: વ્હાઇટ હાઉસમાંથી હડધૂત થઇ નીકળેલા ઝેલેન્સકી પાસે બે વિકલ્પ, જાણો વિગતે

યુદ્ધવિરામ 20 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે

રવિવારે સવારે ઇઝરાયલે કહ્યું કે તે ‘પાસઓવર’ અથવા 20 એપ્રિલ સુધી યુદ્ધવિરામ લંબાવવાના પક્ષમાં છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટકોફ તરફથી આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button