ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈઝરાયલે ઇરાનના ગેસ ફિલ્ડ અને ઓઇલ ડેપો પર હુમલો કર્યો, ઇરાને પણ વળતો પ્રહાર કર્યો…

તહેરાન : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને શનિવારે રાત્રે તેલ અવીવ અને જેરુસલેમ સહિત અનેક ઈઝરાયલી શહેરો પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. જેના લીધે તેલ અવીવના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા. બીજી તરફ ઈઝરાયલે પણ ઈરાનની સૌથી મોટી કુદરતી ગેસ રિફાઈનરી ફજર પર ડ્રોન હુમલો કર્યો છે. ઈરાને સળગતી રિફાઈનરીનો વીડિયો શેર કર્યો છે.

ઈરાનના પરમાણુ પ્રોજેક્ટ્સ સહિત સ્થળોને નિશાન બનાવ્યા
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે તેણે તેહરાનમાં ઈરાનના પરમાણુ શસ્ત્રો પ્રોજેક્ટ્સ પર હુમલો કર્યો. તેમાં ઈરાનના સંરક્ષણ મંત્રાલયનું મુખ્ય મથક, SPND પરમાણુ પ્રોજેક્ટનું મુખ્ય મથક અને અન્ય ટાર્ગેટનો પણ સમાવેશ થાય છે. આઇએફડી એ દાવો કર્યો છે કે આ સ્થળોએ ઈરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાના પ્રયાસોને નવી તાકાત મળી રહી હતી. ઈરાને આ સ્થળોએ તેના પરમાણુ કાર્યક્રમ સંબંધિત માહિતી છુપાવી હતી.

ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો
મીડિયા અહેવાલ મુજબ ઈરાને શનિવારે રાત્રે ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયલ સામે નવો હુમલો શરૂ કર્યો. જ્યારે ઇઝરાયલે તેના બે ઇંધણ ડેપો અને અન્ય બેઝને નિશાન બનાવીને બદલો લીધો.

ઇઝરાયલે ઇરાનના ગેસ ફિલ્ડ અને ઓઇલ ડેપો પર હુમલો કર્યો
ઇઝરાયલ અને ઇરાન સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઇઝરાયલે ફાઇટર જેટથી ઇરાનના ગેસ ફિલ્ડને નિશાન બનાવ્યા છે. આ હુમલા પછી ઇરાનના દક્ષિણ બુશેહર પ્રાંતમાં દક્ષિણ પાર્સ ગેસ ફિલ્ડમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલો આ હુમલો એટલો જોરદાર હતો કે ગેસ ફિલ્ડના મોટા ભાગને ઘણું નુકસાન થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button