ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇઝરાયલનો ઈરાન પર હુમલો, ન્યુક્લિયર સાઇટ વાળા વિસ્તારોમાં કર્યા ધમાકા

ઈઝરાયેલે શુક્રવારે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા (israel attacked iran with missiles). કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર બહાર આવ્યા છે. દરમિયાન, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના તમામ લશ્કરી મથકોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ હુમલો શુક્રવારે વહેલી સવારે થયો હતો. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ આ જગ્યાએથી ચાલી રહ્યો છે. આ વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. આ હુમલા બાદ ઈરાને અનેક પ્રાંતોમાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.

આ હુમલા બાદ ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ જતી તમામ ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. ઓછામાં ઓછી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ગુરુવારે ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે જો ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે.

આપને જણાવી દઈએ કે ઈરાને 13 એપ્રિલની મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં કિલર ડ્રોનથી લઈને બેલિસ્ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલોનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ તરત જ ઈઝરાયેલની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી હતી.

ઈઝરાયલ આર્મી IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો છે. ઇઝરાયલે આમાંથી મોટાભાગની મિસાઇલો એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડી છે. એવું કહેવાય છે કે ઇઝરાયેલે ઇરાનના 99 ટકા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. આ હુમલા બાદ અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશો ઈઝરાયેલની મદદ માટે આગળ આવ્યા હતા.

શા માટે ઇરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો?
1 એપ્રિલે સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાને તેના ટોચના કમાન્ડર સહિત ઘણા સૈન્ય અધિકારીઓના મોતનો દાવો કર્યો હતો. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને સીધો જ જવાબદાર ઠેરવ્યો હતો. આ જ કારણ છે કે તેણે બદલો લેવા માટે ઈઝરાયેલ પર ઝડપી હુમલા શરૂ કર્યા અને આ એક્શનને ઓપરેશન ટ્રુ પ્રોમિસ નામ આપ્યું.

ઈરાનનું કહેવું છે કે તેણે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ કોડનેમ આપ્યું છે જેથી તે તેના મિત્રો અને દુશ્મનોને કહી શકે કે તે જે કહે છે તેનું પાલન કરે છે. તે સાચા વચનો આપવા જાણે છે. જે વચન આપે છે તે નિભાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button