ઇન્ટરનેશનલ

ઈરાનના મિસાઈલ હુમલા છતાં કોઈ જાનહાની નહીં, ઈઝરાયલની એરિયલ ડિફેન્સ સિસ્ટમ વિષે જાણો

શનિવારે ઇરાને ઇઝરાયલ પર સંખ્યા બંધ મિસાઈલ્સ અને ડ્રોન્સ વડે હુમલો(Iran attacked Israel) કર્યો હતો, જેના કારણે યુદ્ધનો નવો મોરચો ખુલી ગયો છે. ઈરાને છોડેલા ડ્રોન અને મિસાઇલોની ઇઝરાયલ પહોંચતા જ સમગ્ર પ્રદેશ સાયરનના આવાજથી ગુંજી ઉઠ્યો હતો. ઇઝાયલની ડિફેન્સ સિસ્ટમે ડ્રોન્સ અને મિસાઈલ્સ હવામાં જ ઇન્ટરસેપ્ટ કરી હુમલાને નાકામ કર્યો હતો.

ગયા વર્ષે જ્યારે હમાસે ઓપરેશન ‘અલ-અક્સા ફ્લડ’ શરૂ કર્યું હતું ત્યારે પણ ઇઝરાયલ પર આવા જ કેટલાક હવાઈ હુમલાઓ થયા હતા. એ સમયે પણ ઇઝરાયેલે મોટાભાગના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. જેનો શ્રેય ઇઝરાયલના એરો ડિફેન્સ સિસ્ટમ(Arrow Defense system) ને જાય છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું હતું કે, “ઇરાન તરફથી સંખ્યાબંધ સર્ફેસ ટૂ સર્ફેસ મિસાઇલો ઇઝરાયલની સીમા તરફ આવતી હોવાનું જાણવા મળ્યું હતું. અમે ઇઝરાયેલના ક્ષેત્રમાં આવતા 99% વેપન્સને અટકાવ્યા હતા. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સફળતા છે.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા કેટલાક વિડિયોમાં એરો ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ સિસ્ટમ સાથે મિસાઈલ્સને હવામાં જ નષ્ટ કરતી જોવા મળે છે. ડિફેન્સ સિસ્ટમેં ઈરાનના 99 ટકા ડ્રોન્સ અને મિસાઈલ્સને હવામાં જ તોડી પડ્યા હતા. જેને કારણે સમગ્ર ઇઝરાયલનું આકાશ વિસ્ફોટોથી જગમગી ઉઠ્યું હતું.

ઇઝરાયલની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝે યુએસ મિસાઇલ ડિફેન્સ એજન્સીના સહયોગથી એરો ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે, એરો સર્ફેસ ટૂ સર્ફેસ મિસાઇલ સિસ્ટમ છે જે ઇઝરાયેલની બહુ-સ્તરીય એર ડિફેન્સ સિસ્ટમનું ઉપરનું સ્તર છે.

આ સિસ્ટમ 1980 ના દાયકાના અંતમાં ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંયુક્ત પ્રયાસ તરીકે બનાવવામાં આવી હતી. એરો 1 સિસ્ટમના 1990ના દાયકામાં સાત પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ લાઈટ મિસાઈલ સિસ્ટમ વિકસાવવામાં આવી હતી, જે એરો 2 તરીકે ઓળખાય છે, આ સીસ્ટમને વર્ષ 2000માં શરુ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button