ઇસ્લામાબાદ બ્લાસ્ટમાં 70 થી વધુ લોકોના મોત, જાણો નમાઝ દરમિયાન થયેલા પાંચ મોટા બ્લાસ્ટ

નવી દિલ્હી : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ એક વિસ્ફોટથી હચમચી ઉઠી છે. જેમાં ઇમામબારામાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધી 70 થી વધુ લોકો માર્યા ગયા છે અને 250 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો ઇમામવાડા નમાઝ અદા કરવામાં આવી રહી હતી.
આ વિસ્ફોટમાં શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીના સૌથી મોટા વિસ્ફોટોમાં, મોટાભાગે શિયા અને અહમદી મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે. આ મોટા હુમલાઓમાં ઇજિપ્ત, પાકિસ્તાન અને સાઉદી અરેબિયામાં મસ્જિદો પર હુમલા અને વિસ્ફોટનો સમાવેશ થાય છે.
આપણ વાચો: પાક.ના ઈસ્લામાબાદમાં મોટો વિસ્ફોટ: 24 લોકોનાં મોત, ઈમરજન્સી જાહેર…
ઇજિપ્તમાં વર્ષ 2017 માં મસ્જિદમાં હુમલામાં 305 લોકોના મોત
જેમાં આપણે નમાઝ દરમિયાન થયેલા મોટા વિસ્ફોટની વાત કરીએ તો ઇજિપ્તમાં મોટો વિસ્ફોટ થયો હતો. વર્ષ 2017માં સિનાઇમાં એક મસ્જિદમાં નમાઝ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 305 થી વધુ લોકો માર્યા ગયા હતા.
24 નવેમ્બર 2017ના રોજ, આતંકવાદીઓએ શુક્રવારની નમાઝ દરમિયાન ઉત્તર સિનાઇમાં અલ-રવદા મસ્જિદ પર હુમલો કર્યો.જેમાં પહેલા બોમ્બ વિસ્ફોટ કર્યો અને પછી પોતાના જીવ બચાવવા ભાગી રહેલા નમાઝીઓ પર ગોળીબાર કર્યો હતો ઇજિપ્તના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો હતો.
આપણ વાચો: મેઘાલય ખાણ વિસ્ફોટ, ભારતની સૌથી ભયાનક કોલસા ખાણ દુર્ઘટનાઓ વિશે તમને ખબર છે?
30 જાન્યુઆરી 2023ના રોજ પેશાવરમાં મસ્જિદ બોમ્બ વિસ્ફોટ
જયારે નમાઝ દરમિયાન થયેલા બીજા મોટા વિસ્ફોટની વાત કરીએ તો 30 જાન્યુઆરી 2023ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પેશાવરની પોલીસ લાઇન્સ મસ્જિદમાં થયો હતો.જેમાં 100 લોકો માર્યા ગયા હતા. આ વિસ્ફોટ બપોરની નમાઝ દરમિયાન થયો હતો. આ વિસ્ફોટને કારણે મસ્જિદની છત તૂટી પડી હતી.જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું હતું.
પાકિસ્તાનના લાહોરમાં મસ્જિદ બોમ્બ વિસ્ફોટમાં 85 લોકો માર્યા ગયા
આ ઉપરાંત પાકિસ્તાનના લાહોરમાં 28 મે, 2010 ના રોજ લઘુમતી અહમદિયા સમુદાયની બે મસ્જિદોને શુક્રવારની નમાઝ દરમિયાન એક સાથે નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ, ગ્રેનેડ અને ગોળીબારનો સમાવેશ થતો હતો. આ હુમલામાં 85 થી વધુ લોકો માર્યા ગયા હતા.
ખૈબર પખ્તુનખ્વાના મોહમ્મદ એજન્સી વિસ્તારમાં વિસ્ફોટ
જયારે પાકિસ્તાનમાં 16 સપ્ટેમ્બર 2016ના રોજ ખૈબર પખ્તુનખ્વાના મોહમ્મદ એજન્સી વિસ્તારમાં થયો હતો. આ હુમલામાં 37 થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાં મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવા આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયાની શિયા મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ
સાઉદી અરેબિયાની એક મસ્જિદમાં 22 મે 2015ના રોજ કાતિફ શિયા મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં આશરે 22 લોકો માર્યા ગયા હતા. ઇસ્લામિક સ્ટેટે આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. કુદૈહ ગામમાં શિયા મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.



