ઇન્ટરનેશનલ

Isarel Iran War : ઈઝરાયેલ ઈરાનના આ સ્થળો પર મોટો હુમલો કરવા કરી રહ્યું છે તૈયારી

તેલ અવીવ : ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર એક કલાકની અંદર 200 મિસાઈલો છોડી હતી. ઈરાનના હુમલાઓએ સમગ્ર ઈઝરાયેલમાં(Isarel Iran War)સાયરન વગાડવી પડી હતી . જેમાં નુકસાન વધારે નહોતું, પરંતુ ઈરાનના હુમલાએ સમગ્ર ઈઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઈઝરાયેલ હવે ઈરાની હુમલાઓને સ્વાભિમાનની લડાઈ તરીકે માની રહ્યું છે. ઈઝરાયેલે કહ્યું કે તે હુમલા બાદ તરત જ જવાબ આપશે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેઓએ નક્કી કરી લીધું છે કે તેઓ ઈરાન પર ક્યાં હુમલો કરવા જઈ રહ્યા છે અને તે સમય જલ્દી આવશે.

7 ઓક્ટોબરે હમાસના હુમલાની વર્ષગાંઠ છે

આ ઉપરાંત 7 ઓક્ટોબરે હમાસના હુમલાની વર્ષગાંઠ છે અને સૂત્રોનું કહેવું છે કે ઈઝરાયેલ હવે ઈરાનને બેલેસ્ટિક મિસાઈલ હુમલાથી જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઈઝરાયેલે ઈરાન પર હુમલાનું સ્થાન નક્કી કર્યું છે. તેમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીનું નિવાસ, ક્રૂડ ઓઇલ પ્લાન્ટ અને રાષ્ટ્રપતિ નિવાસ સહિત ઘણા મહત્વપૂર્ણ સ્થાનો સામેલ હોઈ શકે છે.

ઈરાન પર કાઉન્ટર એટેકની તૈયારી કરી રહેલા ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું કે ઈરાન દ્વારા ગયા અઠવાડિયે કરવામાં આવેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાની આપણા વાયુસેના અને હથિયારો પર કોઈ અસર થઈ નથી. તેમણે કહ્યું કે ઈઝરાયેલની વાયુસેના હજુ પણ દુશ્મનને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. તેમણે કહ્યું કે ઈરાની હુમલાથી ઈઝરાયેલને નજીવું નુકસાન થયું છે.

રિવોલ્યુશનરી ગાર્ડના મુખ્યાલયને નિશાન બનાવવાની વિચારણા

ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે એ પણ ભાર મૂક્યો કે ઇઝરાયેલ તેના વિરોધીઓથી ડરતુ નથી. તે હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. તેમણે સંકેત આપ્યો કે ઈઝરાયેલ ટૂંક સમયમાં ઈરાનને મિસાઈલ હુમલાથી જવાબ આપશે.સૂત્રોનું કહેવું છે કે ઈઝરાયલી દળો ઈરાની ઓઈલ પ્લાન્ટ, પ્રેસિડેન્શિયલ કમ્પાઉન્ડ, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીનું ઘર અને રિવોલ્યુશનરી ગાર્ડના મુખ્યાલયને નિશાન બનાવવાનું વિચારી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button