ઇરાનમાં આતંકી હુમલો, આઠ લોકોના મોત | મુંબઈ સમાચાર

ઇરાનમાં આતંકી હુમલો, આઠ લોકોના મોત

તહેરાન : ઇરાનના દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં એક મોટો આતંકી હુમલો થયો છે. જેમાં ન્યાય પાલિકાની ઈમારત પર હુમલો થયો છે. જેમાં અત્યાર સુધી આઠ લોકો માર્યા ગયાના અહેવાલ છે. સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર તેમાં પાંચ નાગરિક અને ત્રણ હુમલાખોર માર્યા ગયા છે.

ત્રણ આતંકી માર્યા ગયા હોવાનો પણ દાવો

આ હુમલા અંગે મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા બંદુકધારીઓએ દક્ષિણ પૂર્વ સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતની રાજધાની જાહેદાનની ન્યાય પાલિકા કેન્દ્ર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ કોર્ટ પર ગ્રેનેડ ફેંક્યા હતા. જેમાં પાંચ લોકો માર્યા ગયા અને 13 લોકો ઘાયલ થયા હતા. સરકારી મીડીયા એજન્સીએ આ હુમલામાં ત્રણ આતંકી માર્યા ગયા હોવાનો પણ દાવો કર્યો છે.

પાંચ લોકોમાં એક મહિલા અને બાળકનો પણ સમાવેશ થાય

સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતના ડેપ્યુટી પોલીસ કમિશ્નર અલીરેજા દ્લીરીએ જણાવ્યું હતું કે આ હુમલાખોરો ગેસ્ટ તરીકે ન્યાયાલયમાં દાખલ થયા હતા અને ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં માર્યા ગયેલા પાંચ લોકોમાં એક મહિલા અને બાળકનો પણ સમાવેશ થાય છે. જયારે એજન્સીએ ત્રણ હુમલાખોરોને પણ મોતને ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કર્યો છે.

બલુચી જેહાદી સંગઠને જવાબદારી લીધી

ઈરાની મીડીયાના અહેવાલ અનુસાર આ હુમલાની જવાબદારી જૈશ અલ અદલ નામના બલુચી જેહાદી સંગઠને લીધી છે. જે પાકિસ્તાન સીમા પાર સ્થિત છે અને ઈરાનમાં સક્રિય છે. ઈરાનના જાહેદાન શહેર પર હુમલો કરવામાં આવ્યો છે તે તહેરાનથી 1200 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. આ એક અશાંત પ્રદેશ છે. આ પ્રદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા નજીક છે.

આ પણ વાંચો…ઇરાની સલાહકાર જવાદ લારીજાનીએ અમેરિકાના રાષ્ટ્રપતિને આપી ધમકી, ટ્રમ્પે ધમકી પર હાંસી ઉડાવી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button