ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની અમેરિકા અને ઇઝરાયલને આપી ચેતવણી, કહ્યું હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે

તહેરાન: ઈરાનમાં સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શન માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ગણાવીને ઈરાના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની બંને દેશોને ચેતવણી આપી છે. ખામેનીએ જણાવ્યું છે કે અમે અમારી હદ ભૂલતા નથી તેમજ જો અમારી પર હુમલો કરવામાં આવશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. ઈરાના સુપ્રીમ લીડરે આ નિવેદન એવા સમયે આપ્યું છે જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જરૂર ઈરાનમાં હસ્તક્ષેપ કરશે તેમ જણાવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
ખામેનીએ વધુમાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના દબાણ કરવાથી ઈરાન પાછળ હટશે નહીં. ઈરાન એક સાર્વભૌમ રાષ્ટ્ર છે. જો કોઈને શંકા હોય તો તે અમારા પર હુમલો કરીને અજમાવી લે. ઈરાનના લોકો બીજા દેશના રાષ્ટ્રપતિને ખુશ કરવા લાગ્યા છે. આ ખોટું છે આને તરત રોકવાની જરૂર છે.
અમેરિકા લોકો પરના અત્યાચારોને સહન નહી કરે
જયારે અમેરિકાના રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ખામેની ઈરાન છોડવાની તૈયારી કરી રહ્યા છે. અમે ગયા વર્ષે ઈરાનની પરમાણુ ક્ષમતાને નિષ્ક્રિય કરીને મધ્ય પૂર્વમાં શાંતિની સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. તેમજ કહ્યું કે ઈરાનમાં વિરોધ કરી રહેલા લોકો બહાદુર છે. અમે ઈરાનની સરકારને સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકા તેમના પર થતા અત્યાચારોને સહન નહી કરે.
50 થી વધુ શહેરોમાં લોકોએ રેલીઓ કાઢી
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં 27 ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ છે. જેમાં 12 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શને અતી ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુરુવારે રાત્રે ઈરાનથી નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીએ લોકોને રસ્તા પર આવવાની અપીલ કરતાની સાથે જ ઈસ્લામિક રિપબ્લિક સામે જુવાળ ઉમટી પડ્યો હતો. રાજધાની તેહરાન સહિત દેશના અંદાજે 50 થી વધુ શહેરોમાં લોકોએ રેલીઓ કાઢી હતી. આ પ્રદર્શનોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, લોકો રઝા પહલવીના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા.
ઈરાને તેની સંરક્ષણ પ્રણાલી પણ સક્રિય કરી દીધી
મળતી વિગતો અનુસાર, ગુરુવારે રાત્રે ઈરાનમા ચાલી રહેલા વિરોધ પ્રદર્શને એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તેને રોકવું કઠણ થઈ પડ્યું હતું. સ્થિતિ એટલી હદે વણસી ચુકી હતી કે ઈરાને મોડી રાત્રે તેના એરસ્પેસને બંધ કરવાની ફરજ પડી છે અને અનેક વિસ્તારોમાં ‘નોટિસ ટુ એરમેન’ જારી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઈરાને તેની સંરક્ષણ પ્રણાલી પણ સક્રિય કરી દીધી છે.
આ પણ વાંચો…ઈરાનમાં મધ્યરાત્રિએ 50 શહેરોમાં હજારો લોકો રસ્તા પર: વાહનો ફૂંકાયા, સરકારી ઈમારતો સળગી!



