ઇરાને કહ્યું આખરી હુમલો અમે કર્યો, ઈઝરાયલમાં મચાવેલી તબાહીનું પોસ્ટર શેર કર્યું

તહેરાન : ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની એક નવી તસવીર પ્રકાશમાં આવી છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો દાવો કર્યો છે. ત્યારે ઈરાન દ્વારા એક નવું પોસ્ટર જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં ઈરાને ઈઝરાયલમાં વિનાશનું દ્રશ્ય દર્શાવ્યું છે જેમાં તેણે પોતાનો છેલ્લો હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.
ઈઝરાયલી શહેર બીરશેબામાં હવાઈ હુમલો
ઈરાને તેના પોસ્ટરમાં લખ્યું છે અમે છેલ્લો હુમલો કર્યો. ઈરાને ઈઝરાયલી શહેર બીરશેબામાં હવાઈ હુમલાને કારણે થયેલા વિનાશ પછી ખંડેર મકાનોની તસવીર શેર કરી છે.
ઈઝરાયલના બીરશેબામાં ભારે વિનાશ
તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈરાનના હુમલાથી ઈઝરાયલના બીરશેબામાં ભારે વિનાશ થયો છે. ઈરાને બેલિસ્ટિક મિસાઈલોથી ઈઝરાયલી શહેરોને નિશાન બનાવ્યા છે. ઈરાને બીરશેબામાં ઊંચી રહેણાંક ઇમારતોને નિશાન બનાવી છે. ઈરાનના મિસાઈલ હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. મિસાઈલ હુમલા પછી ઇમારતમાંથી આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.

મિસાઈલ હુમલામાં 8 ઈઝરાયલીઓના મોત
ઈરાની મીડિયા કહે છે કે ઈઝરાયલ સાથે યુદ્ધવિરામ શરૂ થઈ ગયો છે. આ પહેલા ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર જોરદાર મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાનના મિસાઈલ હુમલામાં 8 ઈઝરાયલી નાગરિકોના મોત થયાના અહેવાલ છે. ઈરાનની મિસાઈલ સીધી બીરશેબામાં એક ઈમારત પર પડી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ઈરાન સીધું ઈઝરાયલના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.
આ પણ વાંચો…ઇરાન ઈઝરાયલ યુદ્ધને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત