ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, ઓપરેશન ટ્રુ પ્રોમિસ -3 શરૂ કર્યું | મુંબઈ સમાચાર

ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, ઓપરેશન ટ્રુ પ્રોમિસ -3 શરૂ કર્યું

તેલ અવીવ : ઇઝરાયલે ઇરાન પર હવાઈ હુમલા તેજ કર્યા છે. ઇઝરાયલી લડાકુ વિમાનોએ રાત્રે ફરીથી ઇરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 350 થી વધુ ઘાયલ થયા છે. ત્યારે ઇઝરાયલના ‘ઓપરેશન રાઇઝિંગ લાયનના જવાબમાં ઈરાને પણ ઓપરેશન ‘ટ્રુ પ્રોમિસ 3’ શરૂ કર્યું છે. આ અંતર્ગત તેણે મોડી રાત્રે તેલ અવીવ અને જેરુસલેમ પર મોટો મિસાઈલ હુમલો કર્યો.

બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ

જ્યારે ઇઝરાયલ પર લેબનોન અને જોર્ડન દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો છે. તેની બાદ ઇઝરાયલે ફરીથી ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા. ઇઝરાયલી સંરક્ષણ દળે ગુરુવારે વહેલી સવારે ઈરાનના લશ્કરી અને પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા. જેમાં ઈરાનને ભારે નુકસાન થયું છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે.

પીએમ બેન્જામિન નેતન્યાહૂને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

ઈરાન અને તેના સાથી દેશોના હુમલા બાદ ઇઝરાયલે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરી છે અને મિસાઈલોને નિષ્ફળ બનાવવાનું શરૂ કર્યું છે. પરંતુ તેલ અવીવમાં કેટલીક મિસાઈલો પડ્યા બાદ હોબાળો મચી ગયો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈરાન તરફથી હુમલાના ભયને કારણે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઈરાને ઇઝરાયલ પર 150 મિસાઈલ છોડી

ઈરાને ઇઝરાયલ અને તેલ અવીવ પર લગભગ 150 મિસાઈલ છોડી હતી. મોટાભાગના મિસાઇલોને એર ડિફેન્સ સિસ્ટમ (આયર્ન ડોમ) દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. કેટલીક મિસાઇલો ઇઝરાયલના ઘણા વિસ્તારોમાં પડી હતી.

આ પણ વાંચો…ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં ભારોભાર આક્રોશઃ ઈઝરાયેલને આકરી સજા આપવાની તૈયારી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button