Iran Presidential Election: કટ્ટરવાદી નેતા સઈદ જલીલીની હાર, મસૂદ પેઝેશ્કિયાને ઈરાનના નવા રાષ્ટ્રપતિ

તેહરાન: ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ માટેની ચૂંટણી(Iran Presidential Election) માં સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેઝેશ્કિયાન(Masoud Pezeshkian)ની જીત થઇ છે. તેમણે કટ્ટરપંથી સઈદ જલીલીને મોટા અંતરથી હરાવ્યા છે, પેઝેશ્કિયાન દેશના આરોગ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેમની છબી એક એવા નેતા તરીકે છે જે સુધારામાં વિશ્વાસ રાખે છે. તેઓ એવા નેતા પણ છે જે પશ્ચિમી દેશો સાથે સંબંધો સુધારવામાં માને છે.
મસૂદ પેઝેશ્કિયાને ચૂંટણી સમયે વચન આપ્યું હતું કે તેઓ પશ્ચિમી દેશો સાથે સંબંધો સુધારશે. આ ઉપરાંત, દેશમાં ફરજિયાત હિજાબ પહેરવાનો કાયદો હળવો કરવામાં આવશે. હિજાબ અને હેડસ્કાર્ફ બાબતે ઈરાનમાં તાજેતરમાં ઘણા પ્રદર્શનો થયા છે. પેઝેશ્કિયાને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન શિયા ધર્મશાહીમાં કોઈ ફેરફારનું વચન આપ્યું ન હતું. તેમનું માનવું છે કે દેશની તમામ બાબતોમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીને અંતિમ મધ્યસ્થી નિર્ણય લેવમાં આવશે.
આ પણ વાંચો…
Rahul Gandhi આજે ગુજરાતમાં, રાજકોટ અગ્નિ કાંડ, મોરબી બ્રિજ અને સુરત દુર્ઘટના પીડિતોને મળશે
અહેવાલો અનુસાર, ઈરાનના ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી મત ગણતરી બાદ પેઝેશ્કિયાનને 16.3 મિલિયન વોટ મળ્યા છે, જ્યારે તેમના નજીકના હરીફ અને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 13.5 મિલિયન વોટ મળ્યા છે. પેઝેશ્કિયાને જલીલીને 28 લાખ મતોના માર્જિનથી હરાવ્યા. પેઝેશ્કિયાન ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને વ્યવસાયે હાર્ટ સર્જન પણ છે. તેમની ગણતરી દેશના એવા નેતાઓમાં થાય છે જેઓ લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં હાજર છે.
ભલે મસૂદ પેઝેશ્કિયાનને સુધારાવાદી નેતા તરીકે ઓળખવામાં આવે, પરંતુ રાષ્ટ્રપતિ તરીકે સત્તા સાંભળ્યા બાદ તેમની સામે મોટા પડકારો છે. તેમનો સૌથી મોટો પડકાર પશ્ચિમી દેશો સાથેના સંબંધો સુધારવાનો હશે. જ્યારથી ઈરાને પરમાણુ હથિયારો મેળવવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે ત્યારથી તેના પશ્ચિમી દેશો સાથેના સંબંધો બગડ્યા છે. ઈરાન પર ઘણા પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે, જેના કારણે તેની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે.