ઇન્ટરનેશનલ

Iran vs Israel: જો ઇઝરાયલ હુમલો કરશે તો અમે તેને ‘તબાહ કરી દેશું’, પાકિસ્તાનની ધરતી પરથી ઈરાને પડકાર ફેંક્યો

લાહોર: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી(Ebrahim Raisi) પાકિસ્તાનની ત્રણ દિવસીય મુલાકાત પર છે. આ મુલાકાત દરમિયાન મંગળવારે રાઈસીએ પાકિસ્તાન(Pakistan)ની ધરતી પરથી ઈઝરાયેલ(Israel)ને ચેતવણી આપી છે, કે જો ઇઝરાયલ ઈરાની પ્રદેશ પર હુમલો કરશે તો ઈરાન ઝાઓનિસ સ્ટેટ ઇઝરાયને બરબાદ કરી દેશે. લાહોર યુનીવર્સીટી ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વખતે રાયસીએ આ વાત કહી હતી.

ગત 1લી એપ્રિલના રોજ ઇઝરાયલે સીરિયાના દમાસ્કસમાં આવેલા ઈરાનના વાણિજ્ય દૂતાવાસ હુમલો કર્યો હતો જેમાં ઈરાની સેનાના ચાર ઉચ્ચ અધિકારીના મોત થયા હતા. ત્યાર બાદ આ હુમલાનો બદલો લેવા ગત 13 એપ્રિલે ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ મિસાઈલો અને ડ્રોનથી છોડી હુમલો કર્યો હતો. જોકે, ઈઝરાયેલે તમામ મિસાઈલો અને ડ્રોન તોડી પાડ્યા હતા.

આ હુમલાનો બદલો લેવા માટે ઈઝરાયેલે ગયા અઠવાડિયે ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયેલે ઈરાનના ઈસ્ફહાન શહેર નજીક એક સૈન્ય મથક પર હુમલો કર્યો હતો. ઈરાને દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયેલના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને તેના ડ્રોનને તોડી પાડ્યા હતા, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમલામાં ઈરાનની રડાર સાઈટ નાશ પામી હતી.

હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈઝરાયેલ ફરી એકવાર ઈરાનના પ્રદેશો પર હુમલો કરી શકે છે. આ કારણોસર ઈરાનના રાષ્ટ્રપતિએ આ ધમકી આપી છે.

ઇબ્રાહિમ રાયસીએ કહ્યું કે “જો ઝાયોનિસ શાસન ઈરાનની પવિત્ર ભૂમિ પર હુમલો કરવાની ફરી એકવાર ભૂલ કરશે, તો આ વખતે પરિસ્થિતિ અલગ રહેશે, ઇઝરાયલના હાથમાં કંઈ નહીં બચે. ઈરાની રાષ્ટ્રએ દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પરના હુમલા માટે ઝિઓનિસ્ટ શાસનને સજા કરી, ઇઝરાયનો હુમલો તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓ વિરુદ્ધ હતો.”

રાયસીએ આ દરમિયાન ઇઝરાયલના પેલેસ્ટાઇન પરના ગેરકાયદેસરના કબજા અંગે કહ્યું કે “ઈરાન અને પાકિસ્તાન બંને દેશના લોકો પેલેસ્ટિનિયન રાષ્ટ્રને સમર્થન આપે છે. ઈસ્લામિક ઈરાન ગર્વ સાથે પેલેસ્ટાઈનની પ્રતિકાર ચળવળ અને રાષ્ટ્રનો બચાવ કરવાનું ચાલુ રાખશે.”

રાયસીએ કહ્યું કે “આજે, માનવાધિકારના સૌથી મોટા ઉલ્લંઘનકારો અમેરિકનો અને પશ્ચિમી લોકો છે જે બાળ-હત્યા અને નરસંહારમાં ઝિઓનિસ્ટ શાસનનું સમર્થન કરે છે. ગાઝાના લોકોની પ્રતિકાર ચળવળ પવિત્ર કુદ્સ (Al-Quds)અને પેલેસ્ટાઈનની મુક્તિ તરફ દોરી જશે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…