ઈરાનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનની મુલાકાતે, ભારત, અમેરિકા સહીત દુનિયાભરની નજર
ઈરાને ઈઝરાયેલ પર રોકેટ્સ અને ડ્રોન્સ વડે હુમલો કર્યા બાદ મધ્યપૂર્વ વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે. થોડા મહિનાઓ અગાઉ પાકિસ્તાન-ઈરાન સરહદ અંગે પણ વિવાદ ઉભો થયો હતો, એવામાં ઈરાનના રાષ્ર્ પતિ ઈબ્રાહિમ રાયસી પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે. રાયસી ત્રણ દિવસ પાકિસ્તાનમાં રહેશે. ઈરાનના રાષ્ર્ઓપતિ રાયસી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કેટલીક ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લેશે. તેઓ કરાચી અને લાહોરની પણ મુલાકાત લેશે.
ખાસ વાત એ છે કે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં નવી સરકારની રચના થયા બાદ કોઈ વિદેશી નેતાની આ પ્રથમ મુલાકાત છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સરહદ બાબતે વિવાદ ઉભો થયો હતો. ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંત પર હુમલો કર્યો હતો. બંને દેશોએ પોતપોતાની કાર્યવાહીને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ગણાવી હતી. ગઈ કાલે બંને દેશના નેતાઓ વચ્ચે સંયુક્ત રીતે આતંકવાદ સામે લડવા માટે સમજૂતી પણ થઈ હતી.
ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીની સાથે તેમની પત્ની, વિદેશ પ્રધાન અને ઈરાન સરકારના ઘણા વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ પણ પાકિસ્તાન આવ્યા છે. ગઈ કાલે સાંજે સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાનના નિવાસસ્થાને બંને વચ્ચે મુલાકાત થઈ હતી, જ્યાં રાયસીને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.
રાયસી અને શરીફ વચ્ચે બંને દેશો વચ્ચે વેપાર વધારવા અંગે ચર્ચા થઈ હતી. ઈરાન અને પાકિસ્તા વચ્ચેનો વેપાર વધારીને 10 અબજ ડૉલર કરવાનો પણ નિર્ધાર કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ રાયસી તેમની મુલાકાત દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને પણ મળશે. તેમના સિવાય તેઓ સેનેટ અધ્યક્ષ યુસુફ રઝા ગિલાની અને નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિક સાથે પણ મુલાકાત કરશે.
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની પાકિસ્તાન મુલાકાત પર પણ અમેરિકાની નજર છે. અમેરિકા નથી ઈચ્છતું કે કોઈ દેશ ઈરાન સાથે સંબંધ વાધારે. પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે.
ભારત અન ઈરાનના સંબંધ મિત્રતા ભરેલા રહ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીની પાકિસ્તાન મુલાકાત પર ભારતની પણ નજર રહેશે.