ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાના હુમલા બાદ ઈરાનનો બદલો, ઈઝરાયેલ પર કર્યા આક્રમક મિસાઇલ હુમલા…

તેલ અવીવ : ઇરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા બાદ હવે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ વધુ આક્રમક બની રહ્યું છે. જેમાં આક્રોશિત ઈરાને ઈઝરાયલ પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયલી સુરક્ષા દળોએ ખુદ ટ્વીટ કરીને ઈરાનના મિસાઈલ હુમલાઓ વિશે માહિતી આપી છે. ઈઝરાયલના વિવિધ શહેરોમાં ઘાતક ઈરાની મિસાઈલો તબાહી મચાવી રહી છે. ઈઝરાયલના વિવિધ શહેરોમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે.

ઈરાનની મિસાઈલોથી ઈઝરાયલમાં તબાહી
ઈરાનના વળતા હુમલાથી ઈઝરાયલમાં ભારે તબાહી મચાવી રહી છે. ઈઝરાયલની સેના ઈરાની મિસાઈલોને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. આમ છતાં, ઘણી ઈરાની મિસાઈલો લક્ષ્યને સચોટ રીતે હિટ કરી રહી છે. ઈઝરાયલના હાઈફા અને તેલ અવીવ પર ઘાતક હુમલાઓ થઈ રહ્યા છે.

અમેરિકાના હુમલાના જવાબમાં આ હુમલો
ઈરાની ઘણી મિસાઈલો તેલ અવીવમાં પડી છે. ઈરાને તેના 3 પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાના જવાબમાં આ હુમલો કર્યો છે. ઈરાની બદલાના ઘણા વીડિયો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં મિસાઈલ હુમલા પછી બેઝમાંથી ઉંચો ધુમાડો અને આગની લાંબી જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે.

CNN

તેલ અવીવમાં ખંડેર હાલતમાં ઈમારત
ઈરાનના પ્રેસ ટીવીએ તેલ અવીવ પર તેહરાનના મિસાઈલ હુમલાની એક તસવીર જાહેર કરી છે. જેમાં એક ઈમારત સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button