ઈઝરાયેલ સાથે તણાવ વચ્ચે Iran એ કર્યો અવકાશ પ્રક્ષેપણનો સફળ દાવો
નવી દિલ્હી : ઈઝરાયેલ સાથે ચાલી રહેલા ઉગ્ર તણાવ વચ્ચે ઈરાને સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપણ(Iran Space launch)કરવાનો દાવો કરીને હલચલ મચાવી દીધી છે. તેહરાને સોમવારે સફળ પ્રક્ષેપણનો દાવો કર્યો હતો. આ તેના નવીનતમ પ્રક્ષેપણ કાર્યક્રમનો એક ભાગ છે જેની પશ્ચિમી દેશોએ ટીકા કરી છે. પશ્ચિમી દેશોનો આરોપ છે કે આ કાર્યક્રમ તેહરાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ ઈરાનનો ખૂબ જ ગુપ્ત લોન્ચિંગ પ્રોગ્રામ હતો. ઈરાન દ્વારા પ્રક્ષેપણ સફળ થયા બાદ તેની માહિતી શેર કરવામાં આવી હતી.
ઈરાને દાવો કર્યો હતો કે તે સફળ રહ્યું
ઈરાને આ પ્રક્ષેપણ તેના ‘સિમોર્ગ’ વાહન દ્વારા કર્યું હતું જે ઉપગ્રહો લઈ જવા માટે સક્ષમ છે. ઈઝરાયેલ અને અમેરિકા સહિતના અન્ય દેશોએ ઈરાનના આ પ્રક્ષેપણની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે અને સંપૂર્ણ સાવધાની રાખી રહ્યા છે. ઈરાન દ્વારા આ વાહનને લોન્ચ કરવાના ઘણા પહેલા પ્રયાસો નિષ્ફળ ગયા છે. આ પ્રક્ષેપણ ઈરાનના સેમનાન પ્રાંતમાં સ્થિત ‘ઇમામ ખોમેની સ્પેસપોર્ટ’ પરથી કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણની સફળતાની સ્વતંત્ર રીતે તરત જ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ ઈરાને દાવો કર્યો હતો કે તે સફળ રહ્યું
Also read: Iran Vs Isreal: ઈરાને ઈઝરાયલના નેતાઓનું ‘હિટ લિસ્ટ’ બનાવ્યુંઃ 11 નેતામાં નેતન્યાહુ મોખરે…
યુદ્ધવિરામ કરારને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો
ઈરાન દ્વારા આ પ્રક્ષેપણની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના ચાલી રહેલા યુદ્ધ અને લેબનોનમાં નબળા યુદ્ધવિરામ કરારને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે. યુ.એસ.એ અગાઉ કહ્યું હતું કે ઈરાનના ઉપગ્રહ પ્રક્ષેપણ યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન કરે છે અને તેહરાનને પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ સંબંધિત કોઈપણ ગતિવિધિઓ ન કરવા જણાવ્યું હતું.