ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈરાન ઈઝરાયલ યુદ્ધ તીવ્ર બન્યું, અમેરિકા મિડલ ઈસ્ટમાંથી તેના નાગરિકોને બહાર કાઢશે

ન્યુયોર્ક : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. ત્યારે ઈરાન પર અમેરિકાએ કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર બની રહી છે. જેના પગલે અમેરિકાએ તેના નાગરિકોને મિડલ ઈસ્ટના ઘણા દેશોમાંથી સુરક્ષિત રીતે નીકળવા માટે જણાવ્યુ છે. અમેરિકાએ લેબનોન, સીરિયા, કતાર, જોર્ડન સહિત ઘણા દેશોમાં તેના દૂતાવાસો દ્વારા એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં અમેરિકન નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવા માટે જણાવાયું છે.

અમેરિકાએ રાષ્ટ્રીય બુલેટિન જાહેર કર્યું

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા એક રાષ્ટ્રીય બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઈરાની પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પછી સંભવિત સાયબર હુમલા અને હિંસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આમાં યહૂદી વિરોધી નફરતના ગુનાઓ પણ શામેલ છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં સમગ્ર અમેરિકામાં ભયનું વાતાવરણ રહેવાની ધારણા છે.

ટ્રમ્પે ઈરાન વિશે ચોંકાવનારો દાવો કર્યો હતો

ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં કહ્યું હતું કે ઈરાનમાં વિનાશ વેર્યા પછી બી-2 બોમ્બર અમેરિકા પાછા ફર્યા છે. તેમણે કહ્યું હતું કે મહાન બી-2 પાઇલટ્સ હમણાં જ મિઝોરીમાં સુરક્ષિત રીતે ઉતર્યા છે. આ સાથે તેમણે ઈરાનમાં સત્તા પરિવર્તન વિશે એક મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો વર્તમાન ઈરાની શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં અસમર્થ છે, તો શા માટે શાસન પરિવર્તન ના થાય. જ્યારે ત્રીજી પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે ઈરાનમાં પરમાણુ સ્થળોમાં મોટું નુકશાન થયું છે. આ હુમલાઓ ખૂબ જ સચોટ અને મજબૂત હતા.

આ પણ વાંચો…મિડલ ઈસ્ટ સંકટ: અમેરિકાના ઈરાન પર હુમલા બાદ PM મોદીએ રાષ્ટ્રપતિ પેજેશ્કિવન સાથે વાતચીત કરી, શાંતિની અપીલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button