Iran Israel War: અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી, કહ્યું જો ઈઝરાયેલ પર હુમલો કર્યો તો ..
તેલ અવીવ : મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલ મોટું સ્વરૂપ લઇ શકે છે. જોકે, આ દરમ્યાન એક્સિઓસે એક અમેરિકન અધિકારીને ટાંકીને કહ્યું હતું કે ઈરાન ઈઝરાયેલ પર બીજા હુમલાની તૈયારી કરી રહ્યું છે. જેનાના આધારે અમેરિકાએ ઈરાનને હુમલો ન કરવા સીધી ચેતવણી આપી છે.
સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા ઈરાનને મોકલવામાં આવેલા સીધા સંદેશમાં બાઈડન વહીવટીતંત્રે ઈરાનને ચેતવણી આપી છે. તેમજ કહ્યું છે જો તે ઈઝરાયેલ પર હુમલો કરશે તો તેના જવાબમાં ઈઝરાયેલ વિનાશક હુમલા કરી શકે છે. અમે ઇઝરાયેલને રોકી શકીશું નહીં.
ઈરાને શનિવારે હુમલાના સંકેત આપ્યા હતા
1 ઓક્ટોબરના રોજ, ઈરાને સંઘર્ષ વચ્ચે અત્યાર સુધીનો તેનો સૌથી મોટો સીધો મિસાઈલ હુમલો કર્યો. હુમલાનો બદલો લેવા માટે, ઈઝરાયેલે 26 ઓક્ટોબરે ઈરાની મિસાઈલ સુવિધાઓ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો. ઈરાની સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચાર ઈરાની સૈનિકો અને એક નાગરિક માર્યા ગયા હતા. આ અંગે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીએ શનિવારે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલને ચોક્કસપણે જડબાતોડ જવાબ મળશે.
Also Read – અમેરિકાએ 19 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું…
હુમલો પહેલા કરતા મોટો હશે
ઇઝરાયલી આર્મી રેડિયોએ અનામી અમેરિકી અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે વોશિંગ્ટને ઇઝરાયેલ પર હુમલાની તૈયારીમાં ઇરાનમાં લશ્કરી ગતિવિધિઓ રેકોર્ડ કરી હતી. બાઇડન વહીવટીતંત્રની ધારણા છે કે ઈરાન ઈઝરાયેલના ઑક્ટોબર 26ના હવાઈ હુમલાનો જવાબ આપશે. પરંતુ ક્યારે અને કેવી રીતે તે અસ્પષ્ટ છે.
ઈઝરાયેલ પર 200 મિસાઈલો છોડી હતી
જ્યારે ઈરાની સંસદ સભ્ય અને પૂર્વ IRGC જનરલ ઈસ્માઈલ કોવસરીએ શનિવારે કહ્યું કે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (SNSC) એ ઈઝરાયેલ વિરુદ્ધ સૈન્ય હુમલાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું હતું કે 1 ઓક્ટોબરના મિસાઈલ હુમલા કરતાં વધુ ઘાતક હશે. જેમાં ઈરાને ઈઝરાયેલ પર લગભગ 200 મિસાઈલો છોડી હતી.