Iranએ ઇઝરાયેલ પર કર્યા મિસાઇલ હુમલા, અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી
તેલ અવીવ : ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડી છે.(Iran Missile Attack On Israel)ઈરાનનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ અને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાનો બદલો લેવા આ મિસાઈલ હુમલા કર્યા છે. ઈરાને એમ પણ કહ્યું છે કે જો ઈઝરાયેલ હુમલો કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. મંગળવારે રાત્રે તેલ અવીવ અને જેરુસલેમની નજીક અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલની મદદ માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સેનાને તાત્કાલિક ઇઝરાયેલની મદદ કરવા કહ્યું છે. બાઇડને ઈરાનને પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે.
ઈરાન ઈઝરાયેલ માટે ખતરો : કમલા હેરિસ
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કહ્યું, “ઈરાને અવિચારી રીતે ઈઝરાયેલ પર લગભગ 200 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. હું આ હુમલાની નિંદા કરું છું. ઈરાન મધ્ય પૂર્વમાં અસ્થિર, ખતરનાક બળ છે અને ઈઝરાયેલ પર હુમલો કરે છે. હું રાષ્ટ્રપતિ બાઈડેનના આદેશનું સંપૂર્ણ સમર્થન કરું છું. અમે ઈરાની મિસાઈલોને ટાર્ગેટ કરી છે. જેમ કે અમે એપ્રિલમાં આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
ઓસ્ટ્રેલિયાના પીએમ શું કહ્યું?
ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝની પ્રતિક્રિયા આપી છે. ઓસ્ટ્રેલિયા ઇઝરાયેલ પર ઈરાનના મિસાઈલ હુમલાની નિંદા કરે છે. આ દુશ્મનાવટ નાગરિકોને જોખમમાં મૂકે છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
બ્રિટન ઈઝરાયેલની સાથે છે
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે પણ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. “હું નિર્દોષ ઇઝરાયેલી નાગરિકોને નુકસાન પહોંચાડવા, આ અવિશ્વસનીય રીતે ખતરનાક સ્થિતિને વધારવા અને ક્ષેત્રને જોખમની નજીક લઈ જવાના ઇરાનના આ પ્રયાસની નિંદા કરું છું “સ્ટારમેરે કહ્યું કે આ સહન કરી શકાય નહીં. અમે ઇઝરાયલની સાથે ઊભા છીએ અને અમે તેના સ્વ-બચાવના અધિકારને માન્યતા આપીએ છીએ.