ઈરાન-ઈઝરાયલ સંઘર્ષઃ બોમ્બ પડતાં જ સ્ટુડિયોમાંથી ભાગી ટીવી એન્કર, જુઓ વીડિયો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષઃ બોમ્બ પડતાં જ સ્ટુડિયોમાંથી ભાગી ટીવી એન્કર, જુઓ વીડિયો

હુમલામાં ઈરાની રેડિયો અને ટીવીના અનેક કર્મચારીના મોત થયા

તેલ અવીવઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં ઈસ્લામિક રિપ્બલિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (આઈઆરઆઈબી)ની બિલ્ડિંગમાં બોમ્બમારો કર્યો હતો. આ હુમલા દરમિયાન ટીવી એન્કર લાઈવ શો હોસ્ટ કરતી હતી. ટીવી એન્કરનો બોમ્બ વિસ્ફોટમાં આબાદ બચાવ થયો હતો અને આ સમગ્ર ઘટના ટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ન્યૂઝ એન્કર સમાચાર વાંચતી હોય છે ત્યારે અચાનક વિસ્ફોટ થાય છે. એન્કર ખુરશીમાંથી ઉઠીને ભાગે છે અને સ્ટુડિયોમાં ચારેબાજુ કાટમાળ પડે છે. પાછળની સ્ક્રીન પણ કાળી થઈ ગઈ છે. સ્ટુડિયોમાં કાટમાળ અને ધુમાડો દેખાય છે. એક શખ્સ અલ્લાહુ અકબર કહેતો પણ સાંભળવા મળે છે. આ હુમલામાં ઈરાની રેડિયો અને ટીવીના અનેક કર્મચારીના મોત થયા હતા.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને યુદ્ધ જેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે થયેલા હુમલામાં જાન માલને ભારે નુકસાન થયું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button