ઈરાન અમેરિકા પરમાણુ કરાર અંગે ઈરાને મૂકી આ શરત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ઈરાન અમેરિકા પરમાણુ કરાર અંગે ઈરાને મૂકી આ શરત

તહેરાન : ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર અંગે ઈરાને શરત મૂકી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા પાસે બાંહેધારી માંગી છે. જેમાં જો ઇઝરાયલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો નહી કરે તો જ તે અમેરિકા સાથેના પરમાણુ સંવર્ધન કરાર અને ઉર્જા ઉત્પાદનને અંગે વિચાર કરશે.

ઈરાન કયારેય પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ નહી કરે

એક ટીવી ચેનલમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પૂછવામાં આવ્યું હતું કે તમે યુરેનિયમ સંવર્ધન સ્તરને ઘટાડવા પ્રયાસ કરશો. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમને એ બાબતની બાંહેધરી કોણ આપશે ઈઝરાયલ અમારા પરમાણુ સ્થળો પર હુમલો નહી કરે. જોકે, આ સપ્તાહે પેઝેશ્કિયાને યુએનના કહ્યું હતું કે ઈરાન કયારેય પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ નહી કરે.

ઈરાન પર પ્રતિબંધો શનિવારથી ફરીથી લાગુ કરવામાં આવશે

બ્રિટનના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતે શુક્રવારે જણાવ્યું હતું કે ઈરાન પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો શનિવારથી ફરીથી લાગુ કરવામાં આવશે. તેમને ટાળવા માટે રશિયા અને ચીન દ્વારા રજૂ કરાયેલ સુરક્ષા પરિષદનો ઠરાવ નિષ્ફળ ગયો હતો. તેહરાને ચેતવણી આપી હતી કે પશ્ચિમી દેશો તેના પરિણામો માટે જવાબદાર રહેશે.

આ પણ વાંચો…યુએનએસસીની બેઠકમાં ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ પર ભડક્યું, અન્ય દેશોએ પણ આપી પ્રતિક્રિયા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button