ઇન્ટરનેશનલઈન્ટરવલ

ઈરાનમા આર્થિક સંકટ ઘેરું બન્યું, 10 લાખ રિયાલની કિંમત 1 ડોલર, જાણો કારણ

નવી દિલ્હી : અમેરિકા સાથે પરમાણુ કરાર મુદ્દે તણાવ બાદ ઈરાનમાં આર્થિક સંકટ ઘેરું બન્યું છે. જેમાં ઈરાનના ચલણના અવમૂલ્યનથી આર્થિક સ્થિતિ ડામાડોળ થવાની આશંકા છે. જેમાં શનિવારે ઈરાનનું ચલણ રિયાલ અમેરિકન ડોલર સામે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું. પર્શિયન નવા વર્ષ ‘નવરોજ’ દરમિયાન ચલણ વિનિમય પ્લેટફોર્મ બંધ હોવાને કારણે અને ફક્ત અનૌપચારિક માર્કેટ ચાલવાના લીધે રિયાલનું મૂલ્ય સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. હાલ પરિસ્થિતિ એવી છે કે રિયાલનું મૂલ્ય પ્રતિ ડોલર 10 લાખ રિયાલથી નીચે આવી ગયું છે. આ તહેવારોની રજાએ વિનિમય બજાર પર વધારાનું દબાણ બનાવ્યું. શનિવારે જ્યારે ચલણનો વેપાર ફરી શરૂ થયો. ત્યારે રિયાલનો વિનિમય દર વધુ ઘટીને 10.43 લાખ રિયાલ પ્રતિ ડોલર થયો.

રિયાલ વધુ ઘટી શકે છે

રિયાલ ચલણમાં ઘટાડો થોડા સમય માટે ચાલુ રહેશે. ઈરાનની રાજધાની તેહરાનમાં સ્થિત ફરદોસી સ્ટ્રીટ, દેશમાં ચલણ વિનિમયનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના કેટલાક ચલણ વેપારીઓએ રિયાલના ભાવ દર્શાવતા તેમના ઇલેક્ટ્રોનિક સિગ્નલો પણ બંધ કરી દીધા છે. હકીકતમાં, યુએસ ડોલર સામે રિયાલના મૂલ્યમાં સંભવિત ઘટાડાની માત્રા અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. અમેરિકા સાથે ઈરાનના સંબંધો વધુને વધુ તણાવપૂર્ણ બની રહ્યા છે. આનાથી રિયાલ ચલણના ભાવ પર પણ પ્રતિકૂળ અસર પડી રહી છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી અર્થતંત્ર પ્રભાવિત થયું

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ઈરાનની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને 2018 માં તેહરાન સાથેના પરમાણુ કરારમાંથી અમેરિકાના ખસી ગયા પછી, આ દેશની અર્થવ્યવસ્થાને ગંભીર અસર થઈ છે. 2015ના કરાર સમયે, ઈરાને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવાના બદલામાં યુરેનિયમના સંવર્ધન અને સંગ્રહને નોંધપાત્ર રીતે મર્યાદિત કર્યો હતો.

પ્રતિબંધો લાદવામાં આવ્યા

રિયાલ પ્રતિ ડોલર 32,000 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જાન્યુઆરીમાં ટ્રમ્પ ફરીથી ચૂંટાયા પછી ઈરાન પર મહત્તમ દબાણ ની ઝુંબેશ ફરી શરૂ થઈ છે. જેમાં દેશને લક્ષ્ય બનાવીને પ્રતિબંધો લાદવામાં આવ્યા. ટ્રમ્પે ફરીથી ઈરાની ક્રૂડ ઓઇલનો વેપાર કરતી કંપનીઓ પર કડક કાર્યવાહી કરી, જેમાં ચીનને ડિસ્કાઉન્ટ પર વેચતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

આપણવાંચો: અમેરિકામાં સરકાર વિરુદ્ધ જુવાળ! તમામ 50 રાજ્યોમાં ટ્રમ્પ-મસ્ક વિરોધી રેલીઓ નીકળી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button