Iran પાસે રહેલી આ ખતરનાક 7 મિસાઇલ, PAK ને કરી શકે છે ખાક!
નવી દિલ્હી: અમેરિકી સેંટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેંજીએ 2022માં કહ્યું હતું કે ઈરાન પાસે 3000થી પણ વધુ બૈલીસ્ટિક મિસાઈલનો ખજાનો છે (iran military power). સમગ્ર મધ્ય-પૂર્વમાં સૌથી વધુ મિસાઇલનો જથ્થો ઈરાન પાસે છે. વાત માત્ર એ નથી કે તેની પાસે તરહની મિસાઇલ છે. પરંતુ ઈરાન પાસે દરેક રેંજની મિસાઇલ છે (Iran attack pakistan).
ઈરાન પાકિસ્તાનન વચ્ચે હાઇ અંતર 1500 કિલોમીટરનુ છે. જો ઈરાન ઈચ્છે તો તેની પશ્ચિમી સરહદેથી મિસાઈલ છોડીને કરાચી બંદરને ઉડાવી શકે છે. બલૂચિસ્તાનના ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. પરંતુ તે પાકિસ્તાન સાથે લગભગ 1000 કિલોમીટરની સરહદ ધરાવે છે.
જો કદાચ ઈરાન તેની બેલેસ્ટિક મિસાઈલો સરહદની નજીકથી છોડે, તો પછી પેશાવર, ઈસ્લામાબાદ, લાહોર, કરાચી કે ક્વેટા હોય. કંઈ બાકી રહેશે નહીં. આખું પાકિસ્તાન બરબાદ થઈ જશે. એટલું જ નહીં ઈરાનનું સમગ્ર ધ્યાન 2000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી શક્તિશાળી મિસાઈલો બનાવવા અને તેને દેશમાં તૈનાત કરવા પર છે. જેમાની ઘણી ખરી તૈનાત પણ છે.
હવે આપણે ઈરાન પાસે રહેલી 7 ખતરનાક મિસાઇલ વિશે જાણીએ, શહાબ-3 ઈરાનની મિડલ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલ ઉત્તર કોરિયાની નોડોંગ-1 મિસાઈલ પર આધારિત છે. તેની રેન્જ 1000 થી 2000 કિલોમીટર છે. તે તેના પર કેટલું વજન હથિયાર લગાવે છે તેના પર નિર્ભર કરે છે. નવા મોડલમાં ક્લસ્ટર મ્યુનિશનનો વિકલ્પ પણ છે. એટલે કે એક જ મિસાઈલથી પાંચ સ્થળો પર હુમલો કરી શકાય છે. તે 400 કિલોમીટરની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની સ્પીડ 2.4 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે.
Sejjil: સેજીલ મિસાઈલ ઘન ઈંધણવાળી મધ્યમ શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલ પણ છે. 22.5 ટન વજન ધરાવતી મિસાઈલની લંબાઈ 18.2 મીટર છે. તેમાં 500 થી 1500 કિગ્રા વજનના વોરહેડ્સ લગાવી શકાય છે. તેની ઝડપ તેને સૌથી ઘાતક બનાવે છે.
તે 17,487 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તેની રેન્જ 2000 થી 2500 કિલોમીટર છે. જો હાઈબ્રિડ મોડ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવે તો તે 4500 કિલોમીટર સુધી જઈ શકે છે. તેનું CEP 20 મીટર છે, એટલે કે જો તે લક્ષ્યથી 20 મીટર દૂર પડે તો પણ તે તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.
ગદર (Ghadr): એક મીડિયમ સીરિઝની બેલેસ્ટિક મિસાઈલ પણ છે. તેની રેન્જ 1800 થી 2000 કિલોમીટર છે. તેની ઝડપ ખૂબ જ ભયંકર છે. તે મેક 9 ની ઝડપે ઉડે છે. એટલે કે તે 11,113.2 કિમી/કલાકની ઝડપે લક્ષ્ય તરફ આગળ વધે છે. તેને એન્ટી સેટેલાઇટ મિસાઈલ અને આઈઆરબીએમની સીરિઝમાં પણ રાખવામાં આવ્યું છે.
Khorramshahr-1, 2, and 4 (BM-25/Musudan): ખોરમશહરના ઘણા પ્રકારો છે. આ તમામ મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલો છે. તેમનું વજન 19.5 ટન છે. 13 મીટર લાંબી મિસાઈલનો વ્યાસ દોઢ મીટર છે. તે લિક્વિડ ફ્યુઅલ રોકેટ એન્જિનની મદદથી ઉડે છે. તેની રેન્જ 2000 કિલોમીટર છે. તેમાં 1800 કિલો વજનના હથિયારો લોડ કરી શકાય છે. તેની ઝડપ 9878 કિમી/કલાકથી 17,287 કિમી/કલાક છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાનના કોઈપણ નિશાન પર પાયમાલી કરવામાં એક સેકન્ડ પણ લાગશે નહીં.
Emad: આ મિસાઇલ ઇનર્શિયલ ગાઇડન્સ અને જીપીએસ નેવિગેશનના આધારે કામ કરે છે. તેનું CEP 110 મીટર છે. તેનો અર્થ એ છે કે જો તે ટાર્ગેટથી 110 મીટરની ત્રિજ્યામાં ક્યાંય પણ પડે છે, તો તે લક્ષ્યનો નાશ કરે છે. બે તબક્કાની મિસાઈલમાં પ્રથમ તબક્કો લિક્વિડ અને બીજો સોલીડ ફ્લૂયલ છે. તેની લંબાઈ 15.5 મીટર છે. આટલું જ નહીં, આ મિસાઈલમાં મેન્યુવરેબલ રીએન્ટ્રી વ્હીકલ (MaRV)ની વિશેષતા પણ છે. એટલે કે જરૂર પડ્યે તેની દિશા બદલી શકાય છે. તેને ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ (IRBM)ની શ્રેણીમાં પણ રાખવામાં આવી છે. તે શહાબ-3 મિસાઈલ જેવું લાગે છે. ઈરાની સેના 2016થી તેનો ઉપયોગ કરી રહી છે.
Kheibar Shekan: ખૈબર શેકન પણ મીડિલ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છે. તે ઘન ફ્યુઅલ રોકેટ એન્જિનની મદદથી ઉડે છે. સાડા ચાર ટન વજનની મિસાઈલની લંબાઈ 10.5 મીટર છે. વ્યાસ 80 સેન્ટિમીટર છે. તેમાં 500 કિલો વજનનું વોરહેડ લગાવી શકાય છે. તેની રેન્જ 1450 કિલોમીટર છે. તે કોઈપણ એર ડિફેન્સને છેતરવા માટે ખાસ મનુવરેબિલિટી ટેક્નોલોજીથી સજ્જ છે. તેની સ્પીડ 4932 થી 6174 કિલોમીટર પ્રતિ કલાક છે.
Fattah: ફતહ એક હાઇપરસોનિક મિડિયમ રેન્જ મિસાઇલ છે. તેમાં 350 થી 450 કિગ્રા વોરહેડ એટલે કે હથિયાર લગાવી શકાય છે. ઘન ઇંધણ એન્જિન સાથે ઉડાન ભરે છે. તેની રેન્જ 1400 કિલોમીટર છે. સ્પીડ 16,052 કિમી/કલાકથી 18,522 કિમી/કલાક છે. તેની ખાસ વાત તેની ચાલાકી છે. અહીં તેને કોઈપણ સમયે કોઈપણ દિશામાં ફેરવી શકાય છે. મતલબ કે ટાર્ગેટ દુશ્મન ઇચ્છે તો પણ ભાગી શકતો નથી. આ મિસાઈલ કોઈ રડારમાં પણ દેખાતી નથી.