
તહેરાન : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની મુદ્દે એક મોટો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ સાથે જોડાયેલા એક્સ એકાઉન્ટે ખામેની અંગે જણાવ્યું છે કે તે દિવસ ભર નશામાં રહે છે. જયારે દેશના મોટા ભાગના લોકો પાસે સ્વચ્છ પાણી અને વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી.
મોસાદ સાથે જોડાયેલા ફારસી એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે કોઈ નેતા પાણી, વીજળી અને જીવન પર આટલા સંકટ વચ્ચે દેશનું નેતુત્વ કેવી રીતે કરી શકે છે જયારે તે અડધો દિવસ ઉંઘે છે અને અડધા નશામાં હોય. તેમજ આગળ લખવામાં આવ્યું છે કે કોઈ દેશના નેતૃત્વ કરનારા વ્યકિત પાસે નશીલા પદાર્થનું સેવન કરવું અને આત્માઓ સાથે વાતચીત કરવાનો ગુણ ઇચ્છનીય નથી.
આપણ વાંચો: ઈઝરાયલી હુમલાથી ઈરાનના રાષ્ટ્રપતિ થયા હતા ઘાયલઃ મસૂદ પેઝેશ્કિયાનની હત્યાના પ્રયાસનો કર્યો દાવો
ઇઝરાયલી ગુપ્તચર એજન્સીએ સત્તાવાર પુષ્ટિ કરી નથી
મોસાદ સાથે જોડાયેલા એકાઉન્ટની આ પોસ્ટ ગયા મહિને 9 જુલાઈના રોજ બનાવેલા નવા પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન એકાઉન્ટમાંથી આવી છે. જે મોસાદનું સત્તાવાર હેન્ડલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જોકે ઇઝરાયલી ગુપ્તચર એજન્સીએ એકાઉન્ટ સાથે જોડાણની સત્તાવાર પુષ્ટિ કરી નથી.આ એકાઉન્ટે છેલ્લા મહિનામાં ખામેનીના સ્વાસ્થ્ય અને ઈરાનની સ્થિતિ વિશે ઘણી પોસ્ટ્સ કરી છે. જેમાં સ્વચ્છ પાણી, વીજળી અને શિક્ષણનો અભાવ જેવા મુદ્દાઓ ઉજાગર કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: ઈઝરાયલ-ઈરાન યુદ્ધની લાઈવ અપડેટ્સ
ઈરાનીઓને નામ અંગે અનુમાન મોકલવા વિનંતી
આ એકાઉન્ટ પરની એક પોસ્ટમાં ઈરાની સશસ્ત્ર દળોના સેન્ટ્રલ હેડક્વાર્ટર ખતમ અલ-અનબિયામાં બિન સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવેલા કમાન્ડરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, આ અહેવાલ બાદ ઈરાન કમાન્ડરની સલામતી માટે તેની ઓળખ જાહેર નહીં કરે. જયારે મોસાદ સાથે જોડાયેલા એકાઉન્ટમાં કહેવામાં આવ્યું છે કે તે પહેલાથી જ તેનું નામ જાણતા હતા. તેમજ ઈરાનીઓને નામ અંગે અનુમાન મોકલવા વિનંતી કરી છે.