ઇન્ટરનેશનલ

ઇરાન ઇઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે ફરી ઇઝરાયલમાં સાયરન વાગી, ઈઝરાયેલે કર્યો ઇરાન પર હુમલાનો દાવો…

તેલ અવીવ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધવવિરામની જાહેરાત બાદ પણ ઇરાને ફરી ઈઝરાયલ પર હુમલો કર્યો છે. આ અંગે ઈઝરાયેલ દાવો કર્યો છે કે ઈરાન દ્વારા છોડવામાં આવેલા મિસાઈલોને કારણે ઉત્તરી ઈઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે. તેમજ ઈઝરાયલ સંરક્ષણ દળોએ આ અંગે ટ્વીટ પણ કર્યું છે.

નેતન્યાહુએ કહ્યું કે યુદ્ધવિરામનો ભંગ થશે તો જવાબ અપાશે
ત્યારે ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે, જો યુદ્ધવિરામનો ભંગ થશે તો જવાબ આપવામાં આવશે. ઇઝરાયલ યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનનો સખત જવાબ આપશે. જ્યારે ઇઝરાયલે યુદ્ધવિરામ પછી પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું છે.
જ્યારે ઈરાન દ્વારા કરવામાં હુમલા બાદ ઇઝરાયલના લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીરે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતી વખતે જણાવ્યું હતું અમે તેનો પૂરી ક્ષમતા સાથે જવાબ આપીશું

Israeli Lieutenant General Eyal Zamir

ઈઝરાયલી હુમલામાં પરમાણુ વૈજ્ઞાનિકનું મોત
જ્યારે બીજી તરફ ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યુદ્ધવિરામ પહેલા ઈઝરાયલી હુમલામાં પરમાણુ વૈજ્ઞાનિકનું મોત થયું છે. ઇરાન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા સમય પહેલા જ ઈઝરાયલી હુમલામાં પરમાણુ વૈજ્ઞાનિક મોહમ્મદરેઝા સેદીકીનું મોત થયું હતું.

યુદ્ધવિરામની જાહેરાતને ઇરાને નકારી કાઢી
જોકે, બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાતને ઇરાને નકારી કાઢી હતી. તેમજ કહ્યું હતું કે કોઈપણ યુદ્ધવિરામ અથવા લશ્કરી કાર્યવાહી બંધ કરવા પર કોઈ કરાર થયો નથી. જોકે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે જો ઈઝરાયલ હુમલો બંધ કરશે તેમને આ યુદ્ધ ચાલુ રાખવામાં કોઈ રસ નથી.

આપણ વાંચો : ઇરાન ઈઝરાયલ યુદ્ધને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button