ઇન્ટરનેશનલ

‘મારા પણ હાલ…’, કડક સુરક્ષામાં રહેતા આ પ્રિન્સને પણ જાનનો છે ખતરો

સાઉદી અરેબિયાના શાસક, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું જીવન જોખમમાં છે. દુનિયા તેમને MBSના નામથી ઓળખે છે. તેઓ આમ તો કડક અભેદ સુરક્ષા પહેરા હેઠળ રહે છે, પરંતુ આમ હોવા છતાં, મોહમ્મદ બિન સલમાન ડરી ગયા છે…કારણ કે તેમને લાગે છે કે ડર છે. કે કોઈ તેમની હત્યા કરી શકે છે… તેમણે યુએસ કોંગ્રેસમેનોને કહ્યું છે કે જો સાઉદી અરેબિયા ઇઝરાયેલ સાથે સામાન્યકરણના સોદા પર હસ્તાક્ષર કરે તો તેની હત્યા થઈ શકે છે, જેમાં પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવાનો સમાવેશ થતો નથી, એવો એક અમેરિકન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

અહેવાલમાં ભૂતપૂર્વ યુએસ અધિકારીને ટાંકીને લખવામાં આવ્યું છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સે યુએસ કોંગ્રેસ તરફથી તેમના જીવને જોખમ અંગે ચર્ચા કરતી વખતે માંગ કરી હતી કે કરારમાં ભાવિ પેલેસ્ટિનિયન રાજ્ય માટે સ્પષ્ટ રસ્તો હોવો જોઈએ. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકન ધારાસભ્યો સાથેની બેઠકમાં MBSએ ઈજિપ્તના પૂર્વ નેતા અનવર સાદતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની હાલત પણ અનવર સાદત જેવી થઈ શકે છે. ઈઝરાયેલ સાથે શાંતિ સંધિ કર્યા બાદ 1981માં ઉગ્રવાદીઓ દ્વારા અનવર સાદતની હત્યા કરવામાં આવી હતી.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે MBSએ કેટલા સમય પહેલા તેમની હત્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી તે સ્પષ્ટ નથી. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે ગાઝા યુદ્ધને જોતા ઈઝરાયલ-સાઉદી નોર્મલાઈઝેશન એગ્રીમેન્ટની શક્યતા ઓછી થઈ ગઈ છે.
જોકે, હત્યાની ધમકી હોવા છતાં પણ , MBS યુએસ અને ઇઝરાયલ સાથેના કરારોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમનું માનવું છે કે સાઉદી અરેબિયાના ભવિષ્ય માટે ઈઝરાયલ સાથેનો કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના બદલામાં અમેરિકા સાઉદી અરેબિયાને સુરક્ષાની ખાતરી આપશે અને શસ્ત્રોનો સતત પુરવઠો આપશે. આ ઉપરાંત અમેરિકા નાગરિક પરમાણુ કાર્યક્રમ શરૂ કરવામાં પણ સાઉદીને મદદ કરી શકે છે.

પરંતુ યુએસ સમર્થિત ઈઝરાયલ-સાઉદી ડીલ પેલેસ્ટાઈન રાજ્યની માંગને લઈને અવરોધનો સામનો કરી રહી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સમજૂતીમાં પેલેસ્ટાઈન રાજ્યની માંગને સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. ગત વર્ષે ઓક્ટોબરથી ગાઝા પર ઈઝરાયેલના હુમલા વચ્ચે આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરેબિયાએ અમેરિકાને સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપવામાં ન આવે ત્યાં સુધી તે ઈઝરાયલ સાથે સંબંધ નહીં સ્થાપે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે 1967ની સરહદોના આધારે સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના કરવી જોઈએ, જેની રાજધાની જેરુસલેમ હોય, તેમજ ગાઝા પર ઈઝરાયલના હુમલા બંધ થવા જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button