Bad News: વૈશ્વિક સ્તરે છટણીની સમસ્યા વકરી, Intel એક સાથે કરશે 18,000 લોકોને ઘરભેગા…

અમેરિકન સેમિકન્ડક્ટર જાયન્ટ ઇન્ટેલે ઇન્ટેલે લેપટોપથી લઈને ડેટા સેન્ટર્સ સુધીની દરેક વસ્તુમાં ઉપયોગમાં લેવાતી ચિપ્સના બજાર પર પ્રભુત્વ જમાવ્યું છે. પણ તાજેતરના વર્ષોમાં કંપનીને Nvidia, Qualcomm અને AMD જેવી કંપનીઓ તરફથી ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ટેલે તાજેતરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 1.6 બિલિયન ડોલરની ખોટ નોંધાવી છે, જેને ઘટાડવા માટે હવે કંપનીએ 20 બિલિયન ડોલરનો ખર્ચ ઘટાડવાની યોજના બનાવી છે. આ યોજનાના ભાગરૂપે કંપનીના 18 હજાર કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવી શકે છે, એવી કંપનીએ માહિતી આપી છે. હાલમાં ઇન્ટેલમાં એક લાખ ચોવીસ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
કંપનીના CEO પેટ ગેલસિંગરે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ‘બીજા ક્વાર્ટરમાં અમારું પ્રદર્શન ખૂબ જ નબળું હતું. અમારી આવકમાં અપેક્ષા મુજબ વધારો થયો નથી અને અમે હજી સુધી AI જેવા શક્તિશાળી વલણોથી સંપૂર્ણ લાભ મેળવી શક્યા નથી. અમારી કિંમતો ખૂબ ઊંચી છે, અમારા માર્જિન ખૂબ ઓછા છે. મે અમારા નફામાં સુધારો કરવા અને અમારી બેલેન્સ શીટને મજબૂત કરવા સક્રિય પગલાં લઈ રહ્યા છીએ.
ખોટથી પરેશાન ઇન્ટેલે ઇઝરાયેલમાં તેનું રોકાણ પણ બંધ કરી દીધું હતું , ઇન્ટેલે જૂનમાં જાહેરાત કરી હતી કે તે ઇઝરાયેલમાં એક મોટા ફેક્ટરી પ્રોજેક્ટનું વિસ્તરણ પણ અટકાવી રહી છે. કંપની ઇઝરાયેલમાં ચિપ પ્લાન્ટ માટે વધારાના 15 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી હતી.