ઇન્ટરનેશનલ
આંતકીઓ પર હુમલાને લઈને વીફર્યુ પાકિસ્તાન, ઈરાનના રાજદૂતને રવાના કર્યા
ઈસ્લામાબાદ : ઈરાન દ્વારા પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. (iran attack pakistan balochistan) જેથી ઈસ્લામાબાદે તેહરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે. આ સાથે પાકિસ્તાને ઈરાનના રાજદૂતને તેના સ્થાનેથી હાંકી કાઢ્યા છે.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે ઈરાનના હુમલાને તેની એરસ્પેસનું ઉશ્કેરણી વગરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મંગળવારે (16 જાન્યુઆરી), ઈરાને મિસાઈલ અને ડ્રોન વડે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કુહે સબ્જ નામના વિસ્તારમાં જૈશ અલ-અદલના બે અડ્ડાઓ પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધા છે.
Taboola Feed