ઇન્ડોનેશિયાના માઉન્ટ મારાપીમાં આફતઃ જ્વાળામુખીના વિસ્ફોટથી લાવા ફેલાયો…

પડાંગ (ઇન્ડોનેશિયા): પશ્ચિમ સુમાત્રા પ્રાંતના અગમ જિલ્લામાં સ્થિત માઉન્ટ મારાપી પર વિસ્ફોટનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કારણ કે તે મૈગ્માની ઊંડી હલચલના કારણે નહીં, પરંતુ ભૂગર્ભ ઝટકાઓના કારણે થાય છે.
આ પણ વાંચો : Canada Tesla car crash: “મેં મારાથી બનતું બધું કર્યું…” મહિલાને બચાવનાર વ્યક્તિએ જાણવી આપવીતી
મારાપી મોનિટરિંગ પોસ્ટ પર ઇન્ડોનેશિયાના જ્વાળામુખી વિજ્ઞાન અને જીઓલોજિકલ હેઝાર્ડ મિટિગેશન સેન્ટરના અધિકારી અહમદ રિફાંદીએ જણાવ્યું હતું કે તેમાંથી નીકળતો ગરમ લાવા ઘણા માઇલ સુધી ફેલાયો હતો. વિસ્ફોટથી 2000 મીટરની ઉંચાઇ સુધી રાખના વાદળો ફેલાયા હતા.
રિફાંદીએ જણાવ્યું હતું કે આશરે 2,900-મીટર ઊંચો જ્વાળામુખી જાન્યુઆરીથી અત્યાર સુધીના ચાર એલર્ટ સ્તરોમાંથી બીજા ઉચ્ચતમ સ્તર પર છે. પર્વતારોહકો અને ગ્રામજનોને જ્વાળામુખીના મુખથી ત્રણ કિમીની અંદર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ડિસેમ્બર 2023માં માઉન્ટ મારાપી અચાનક ફાટી નીકળ્યો જેમાં 24 પર્વતારોહકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ત્યારથી પર્વતના બે ચઢાણ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. આના પાંચ મહિના પહેલા ચોમાસા દરમિયાન મારાપી પર્વત પરથી કાદવ અને ઠંડા લાવાના પ્રવાહને કારણા નદીઓમાં પૂર આવ્યું હતું. આ ઘટનામાં ઘણા લોકોના ઘર વહી ગયા હતા અને 67 લોકોના મોત થયા હતા. ઇન્ડોનેશિયા ધરતીકંપ અને જ્વાળામુખીને લઇને સંવેદનશીલ છે, કારણ કે તે પ્રશાંત મહાસાગરની આસપાસના ભૂકંપીય ક્ષેત્ર “ફાયર રિંગ” પર સ્થિત છે.